વેનેઝુએલામાં બે શક્તિશાળી ભૂકંપના ઝટકા, પ્રધાનમંત્રી મોદીએ માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
કારાકાસ, નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.): વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે જાનમાલનું નોંધપાત્ર નુકસાન થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત ક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


કારાકાસ, નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.): વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે જાનમાલનું નોંધપાત્ર નુકસાન થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કર્યું, વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપથી થયેલી વિનાશથી હું ખૂબ જ દુઃખી છું. ભારતના લોકો વતી, હું વેનેઝુએલાની સરકાર અને લોકો પ્રત્યે, ખાસ કરીને પોતાના પ્રિયજનો ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. અમે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ અને આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત તમામ લોકો સાથે એકતામાં ઊભા છીએ. ભારત શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે, કારાકાસમાં બે શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ મચાવ્યો છે, જેમાં ઘણા લોકોના મોતની આશંકા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5 અને 7.2 માપવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનુપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande