લોકસભાના અધ્યક્ષ અને ગૃહમંત્રીએ છત્રપતિ શાહુજી મહારાજને નમન કર્યા
નવી દિલ્હી, 26 જૂન (હિ.સ.). લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે, અન્ય ઘણા નેતાઓ સાથે આજે છત્રપતિ શાહુજી મહારાજને તેમની જન્મજયંતિ પર નમન કર્યા. ઓમ બિરલાએ કહ્યું કે, સ્વપ્નદ્રષ્ટા સમાજ સુધારક અને પ્રગતિશીલ શાસક,
સાંકેતિક


નવી દિલ્હી, 26 જૂન (હિ.સ.). લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે, અન્ય ઘણા નેતાઓ સાથે આજે છત્રપતિ શાહુજી મહારાજને તેમની જન્મજયંતિ પર નમન કર્યા.

ઓમ બિરલાએ કહ્યું કે, સ્વપ્નદ્રષ્ટા સમાજ સુધારક અને પ્રગતિશીલ શાસક, મહાન રાજર્ષિ છત્રપતિ શાહુજી મહારાજને તેમની જન્મજયંતિ પર કોટી કોટી નમન ! તેમનું જીવન આપણને શીખવે છે કે, કોઈપણ રાષ્ટ્ર માટે સાચી પ્રગતિ ત્યારે જ શક્ય છે, જ્યારે સમાજનો છેલ્લો વ્યક્તિ પણ આદર, સમાન તક અને ન્યાય સાથે પ્રગતિ કરી શકે. સુમેળભર્યા, સમાનતાવાદી અને ન્યાયી ભારત બનાવવાનો તેમનો આદર્શ આજે પણ એટલો જ સુસંગત અને પ્રેરણાદાયક છે.

અમિત શાહે કહ્યું કે, સામાજિક સમાનતાના ધ્વજવાહક છત્રપતિ શાહુજી મહારાજે સમાવિષ્ટ શાસન વ્યવસ્થાને મજબૂત કરીને લોકો-કેન્દ્રિત શાસનનું ઉદાહરણ સ્થાપિત કર્યું. તેમણે મહિલા શિક્ષણ, શિષ્યવૃત્તિ કાર્યક્રમો અને શિક્ષણના વ્યાપક વિસ્તરણ દ્વારા સામાજિક સશક્તિકરણને નવી દિશા આપી. તેમના આદર્શો હંમેશા રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરણા સ્ત્રોત રહેશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, શાહુજી મહારાજે પ્રાથમિક શિક્ષણ, જાતિ ભેદભાવ નાબૂદી અને અસ્પૃશ્યતા નાબૂદી જેવા ઘણા સુધારાઓને પ્રોત્સાહન આપ્યું હતું. સામાજિક સુધારામાં તેમનું યોગદાન અમૂલ્ય છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, તેમણે અસ્પૃશ્યતા અને સામાજિક ભેદભાવ સામે લડીને સમાનતાવાદી અને સમાવેશી સમાજનો મજબૂત પાયો નાખ્યો હતો. તેમણે વ્યાપક જનજાગૃતિ ફેલાવી હતી અને મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવા, બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકવા, વિધવા પુનર્લગ્નને પ્રોત્સાહન આપવા અને ગરીબ, વંચિત અને પછાત વર્ગના ઉત્થાન માટે ઘણી ઐતિહાસિક પહેલ કરી હતી. સામાજિક સંવાદિતા અને જન કલ્યાણના તેમના આદર્શો આપણને સમાનતાવાદી, સુમેળભર્યા અને મજબૂત સમાજ બનાવવા માટે પ્રેરણા આપતા રહેશે.

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું હતું કે, તેમની દૂરંદેશી વિચારસરણી અને જન કલ્યાણ કાર્ય હંમેશા આપણને બધાને પ્રેરણા આપશે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande