પ્રધાનમંત્રી મોદીએ, ધર્મેન્દ્ર પ્રધાનને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી, 26 જૂન (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) ના અસરકારક અમલીકરણમાં તેમના યોગદાનની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ તેમને લાંબા આયુષ
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન


નવી દિલ્હી, 26 જૂન (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) ના અસરકારક અમલીકરણમાં તેમના યોગદાનની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ તેમને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી.

આજે એક્સ પર પોતાના સંદેશમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ માટે પ્રશંસનીય પ્રયાસો કરી રહ્યા છે. નવી શિક્ષણ નીતિનો ઉદ્દેશ્ય ભારતને જ્ઞાન, શિક્ષણ અને નવીનતાનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ધર્મેન્દ્ર પ્રધાનના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રમાં થઈ રહેલા પ્રયાસો દેશની ભાવિ પેઢીઓને સશક્ત બનાવવામાં અને ભારતને જ્ઞાન આધારિત અર્થતંત્ર તરફ લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ, શિક્ષણ પ્રણાલીમાં વ્યાપક સુધારા, કૌશલ્ય વિકાસ, માતૃભાષામાં શિક્ષણ, સંશોધનને પ્રોત્સાહન અને વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વધુમાં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) 2020 ના અમલીકરણ માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો કાર્યકાળ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande