



- સરકારની જમીન ઉપર કબ્જો જમાવ્યો હોવાનો પણ આક્ષેપ
- ભરૂચની રતન તળાવની સરકારી જમીન ઉપર દરગાહ અને બહારની ઉંડાઈમાં અલ વકફુલ ખયરી કબ્રસ્તાન વકફ કમીટીના વહીવટો સામે લેન્ડ ગે્રબીંગ એકટ હેઠળ કલેકટરમાં રાવ- રતન તળાવની સૈયદ ઝૈનદાદાબાવા દરગાહ એન્ડ મસ્જિદની કમિટીના ટ્રસ્ટી ઈમરાન પટેલનું નામ હોય સરકારી જમીન ઉપર કબ્જો જમાવ્યો હોવાના આક્ષેપ સાથે ફરીયાદ
ભરૂચ, 27 જૂન (હિ.સ.) : ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય ધરોહર જુમ્મા મસ્જિદ કે જૈન સમળી વિહાર મંદિર તેવા વિવાદ વચ્ચે વધુ એક ચોંકાવનારો વિવાદ સામે આવતાં ભરૂચના રતન તળાવની સરકારી જમીન ઉપર દરગાહ તો 2013-14માં આંગણવાડી માટે ફાળવેલી સરકારી જમીન ઉપર અલ વકફુલ ખયરી કબ્રસ્તાન વકફ કમીટીના કબ્જાને લઈ બન્ને સરકારી જમીનો ઉપર કબ્જો જમાવવા અંગેનો દાવો કરી ભરૂચ કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબીંગ દાખલ કરવામાં આવતાં ભરૂચમાં પણ હડકપં મચી ગયો છે.
બાળ વિકાસ યોજના અધિકારી, તાલુકા પંચાયત ભરૂચને તા. 04/06/2014ના સીટી સર્વેનાં રેકર્ડ મુજબ આંગણવાડીના બાંધકામ માટે સરકારી જમીન ફાળવણી થયેલી હોય અને આ જગ્યા ઉપર અલ વકફુલ ખયરી કબ્રસ્તાન વકફ કમીટીનું બાંધકામ કરી ચલાવવામાં આવતું હોય તેવા સીટી સર્વેમાંથી તમામ રેકર્ડ કઢાવી સરકારી જમીન ઉપર કબ્જો જમાવી બાંધકામ કરાવ્યું હોય અને ગુજરાત વકફ બોર્ડમાં ચઢાવી ટ્રસ્ટીઓની નિમણુકો પણ થઈ હોય તેવા આક્ષેપ સાથે લેન્ડ ગ્રેબીંગ દાખલ કરવામાં આવી છે.
ભરૂચમાં લેન્ડ ગ્રેબીંગમાં થયેલી ફરીયાદનાં આક્ષેપ મુજબ ભરૂચ શહેરનાં જે તે સમયનાં ભરૂચ નગર પાલિકા વોર્ડ નં.3 માં આવેલ અને સીટી સર્વે નં. 1226 ક્ષેત્રફળ 292.25 ચોરસ મીટર સત્તા પ્રકાર–જી વાળી જમીન ધારણ કરનાર તરીકે સરકાર છે આ જમીન અલ વકફુલ ખયરી કબ્રસ્તાન વકફ કમીટીના વહીવટકર્તા સહીદખાન ફરીદખાન પઠાણ–પ્રમુખ તથા અન્ય 1 થી 5 ટ્રસ્ટીઓના નામ વકફ બોર્ડ ગાંધીનગરના પત્ર જાવક નં. 19/09/2019થી દાખલ કરવામાં આવેલ હોય જે ગેરકાયદેસર હોવાના આક્ષેપ કરાયા હોય અને વકફ બોર્ડના પત્રના આધારે સરકારી જમીન કબ્રસ્તાનના ખાતે દાખલ કરી શકાય નહીં તેમ જો જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો હોય તો લેન્ડ ગ્રેબીંગ એકટ 2020 હેઠળ કાયદેસરની ફરીયાદ થાય અને કલેકટરના હુકમ મુજબ તા. 19/10/2013થી બાળ વિકાસ યોજના અધિકારી, તાલુકા પંચાયત, ભરૂચને આંગણવાડી કેન્દ્રના બાંધકામ માટે આપવામાં આવી છે અને આ જમીન પણ ગેરકાયદેસર રીતે પચાવી પાડી છે જેથી સરકારી જમીન પચાવી પાડવાનો ગંભીર ગુનો દાખલ કરી દાવો કરવામાં આવ્યો છે.
ભરૂચ શહેરના વોર્ડ નં.3 અને હાલમાં વોર્ડ નં. 7માં આવેલ રતન તળાવ કે જે સરકારી હોય અને સીટી સર્વેં નં. 1671 ક્ષેત્રફળ 172.30 સત્તા પ્રકાર–જી ધારણ કરતાં શ્રી સરકાર આ જમીન ભરૂચ શહેરમાં આવેલ સુપ્રસિધ્ધ (ઐતિહાસિક) રતન તળાવ પૈકીની જમીન છે રતન તળાવના નામથી ચાલતી આ જમીન ગામ તળાવની જમીન છે આ જમીન રીઝર્વ લેન્ડ અનામત જમીનનાં હેડે આવતી આ જમીન છે અનામત જાહેર કરવામાં આવેલ જમીન કોઈપણ સંજોગોમાં કોઈપણ વ્યકિત કે સંસ્થાને ફાળવી શકાય નહી તેમ છતાં આ જમીન કલેકટરના હુકમથી તા.01/12/1976થી ટુંકી મુદત પટ્ટેથી આપવા હુકમ કરવામાં આવેલો જેનું વાર્ષિક ભાડું રૂા. 103.68 પૈસા હતું અને તા. 01/07/1976 થી તા. 31/07/1983 સુધી 7 વર્ષની મુદત માટે હુકમમાં જણાવ્યા મુજબની શરતો પાળવાની શરતે આ જમીન ફકત 7 વર્ષ માટે આ જમીન ફાળવવાની હતી અને 1983માં આ જમીન પટ્ટો પુરો થઈ ગયો છે છતાં 1983 થી 2025 સુધી એટલે 42 વર્ષથી આ જમીન પચાવી પાડી ગેરકાયદેસર બાંધકામ કરી લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો બનતો હોવાના પણ આક્ષેપ કરાયા છે.
જો કે, સીટી સર્વેનાં રેકર્ડ મુજબ 1983 પછી જમીન પટ્ટીદાર તરીકે અપાઈ નથી છતાં 2018માં સૈયદ ઝૈન દાદા બાવા દરગાહ એન્ડ મસ્જિદની કમીટીના ટ્રસ્ટી ઈમરાન ઉમરજી પટેલનો હકક સીટી સર્વે રેકર્ડમાં દાખલ કરવામાં આવેલ છે જે હુકમની નોંધ કરી હોવાનું દર્શાવતાં જે જગ્યા 45 વર્ષથી ભાડાપટ્ટે રીન્યુ થઈ જ નથી અને સરકારી જમીન ઉપર કબ્જો જમાવ્યો હોવાના આક્ષેપ સાથે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરવાની રાવ નાખી છે.
સરકારી જમીન ઉપર ધારણ કરતાંની વિગતો
(૧) સીટી સર્વે નં. 1226 સીટ નં. 125 શ્રી સરકાર (એચ)
(ર) સીટી સર્વે ને. 1227 સીટ નં.125 શ્રી સરકાર (એચ)
(૩) સીટી સર્વે ને. 1671 સીટ નં.126 શ્રી સરકાર (એચ)
(૪) સીટી સર્વે ને. 1227સીટ નં.125 બાળ વિકાસ યોજના અધિકારી, તાલુકા પંચાયત ભરૂચ
(પ) સીટી સર્વે ને. 1226સીટ નં. 125 અલ વકફુલ ખયરી કબ્રસ્તાન વકફ કમીટીના વહીવટકર્તા (એચ)
(૬) સીટી સર્વે ને. 1226 સીટ નં.125 સહીદખાન ફરીદખાન પઠાણ, પ્રમુખ (એચ)
(૭) સીટી સર્વે ને. 1671સીટ નં. 126સૈયદ ઝૈન દાદા બાવા દરગાહ એન્ડ મસ્જિદની કમીટીના ટ્રસ્ટી ઈમરાન પટેલ (એચ)
(૮) સીટી સર્વે ને. 1226 સીટ નં.125 શેખ મહંમદ સાકીબ ગોરુમીયા– સભ્ય (એચ)
(૯) સીટી સર્વે ને. 1226સીટ નં.125 પઠાણ મહેમુબખાન દિલાવરખાન–સભ્ય (એચ)
(૧૦) સીટી સર્વે ને. 1226 સીટ નં.125 શેખ અલ્તાફ કાલુ–સભ્ય (એચ)
(૧૧) સીટી સર્વે ને. 1226 સીટ નં.125 શેખ આરીફ ઈબ્રાહીમ– સભ્ય (એચ)નાઓ સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ રાવ નખાઈ છે.
સરકારી જમીન ઉપર જે કબ્જો જમાવવામાં આવ્યો છે તે મિલ્કતની જંત્રી મુજબની કિંમત અંદાજે 5864540/- થતી હોવાનું પણ ફરીયાદમાં દર્શાવાયું છે.
ગુજરાત વકફ બોર્ડમાં જમીનની માલિકી કે મિલ્કતમાં નામ દર્શાવાય તો થાય પરંતુ સરકારી જમીન વકફ બોર્ડ કેવી રીતે ચઢાવી શકે અને તેના આધારે સરકારી જમીન ઉપર કબ્જો જમાવી અને બાંધકામ કેવી રીતે કરી શકે...? તેવા આક્ષેપ સાથે સરકારી જમીન સરકાર હસ્તક થાય અને કબ્જો જમાવનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા ફરીયાદ કરી છે.
સૈયદ ઝેન દાદા બાવા દરગાહનું પ્રોપર્ટી કાર્ડ સીટી સર્વે નં 1671 છે અને 1939 થી નામ રેકર્ડ ઉપર છે પરંતુ 1976 -77 માં રી–સર્વે આવતાં દરગાહ ઉપર કોઈ હાજર ન હોય જેના કારણે શ્રી સરકાર થયેલું પરંતુ 2014માં અપીલ કરી 2018માં કલેકટરના હુકમ મુજબ મારું નામ નોંધાયેલું છે. પરંતુ હાલમાં જુમ્મા મસ્જિદમાં ટ્રસ્ટી હોય અને વિવાદને લઈ ખોટી રીતે હેરાનગતિ કરવા વ્યકિતગત હેરાનગતિ કરવા માટેનું કાવતરું છે. તેમ કહી ઈમરાન પટેલે પોતાનો બચાવ પણ કર્યો છે.
રતન તળાવ એ ગામ તળાવ તરીકે ઐતિહાસિક વારસો ધરાવે છે પરંતુ રતન તળાવનો દરગાહ તરફનો કેટલોક ભાગ પુરાણ કરીને ઝુપડા ઉભા કરી તેને ભાડેથી ચલાવવામાં પણ આવતું હોય અને કોઈ વ્યકિત ભાડા ઉઘરાવતો હોય તેવી બુમો પણ ઉઠતા સમગ્ર મામલે તપાસ થાય તો મોટા ખુલાશા થઈ શકે તેવી શકતાઓ પણ વર્તાઈ રહી છે.
ભરૂચનું એક વખતનું આખા શહેરની તરસ છીપાવતું ઐતિહાસિક રતન તળાવ ધીમે ધીમે પુરાણ થઈ એક નાનકડું ખાબોચ્યુ બન્યું છે. સરકારી જમીન હોય આ જમીન ઉપર કોની નજર તેવા સવાલો વચ્ચે હાલ રતન તળાવની જગ્યામાં ગેરકાયદેસર કબજા અંગે મામલો લેન્ડ ગ્રેબીંગ સુધી પહોંચી ગયો છે જેને લઈને સરકારી જમીન કોઈ બિલ્ડરને પધરાવાશે કે પછી સાચા અર્થમાં સરકાર હસ્તક રહેશે હાલ આ જગ્યાની કિંમત 100 કરોડને આંબતી હોવાનું પણ માનવામાં આવી રહયું છે.
ભરૂચ નગર પાલિકાએ રતન તળાવમાં ઝુંંપડા બાંધીને રહેતા 15 જેટલા રહીશોને ઝુંપડા ખાલી કરી અન્ય સ્થળે ખસી જવાની નોટીશ આપી છે પરંતુ ઝુંપડા ખાલી કરીને કયાં જઈએ તેઓ પ્રશ્ન પણ હાલ ઝુંપડાવાસીઓએ ઉભા કર્યા છે પરંતુ રતન તળાવમાં હાલ ઝુંપડાઓનો સફાયો કરી દેવામાં આવશે તેમ પણ ઝુંપડામાં રહેતા લોકો કહી રહયા છે.
સુરેશ વસાવા સ્થાનિક રહીશ ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં સીડયુલ–વનમાં આવતા અને 400 થી 500 વર્ષની વય ધરાવતા મહાકાય કાચબાઓના છેલ્લા 5 વર્ષમાં અંદાજે 80 જેટલા કાચબાઓના મોત થયા છે અને રતન તળાવની જાળવણી કરવામાં તંત્ર સદતર નિષ્ફળ રહયું છે. એક વખતનું ઐતિહાસિક રતન તળાવ આજે બ્યુટીફીકેશનના ઓથા હેઠળ નાનકડું ખાબોચીયું બની ગયું છે અને તળાવનો કેટલોક ભાગ પુરાણ પણ થઈ ગયો છે. જે ગંભીર બાબત છે.
ભરૂચનું એક વખતનું ઐતિહાસિક રતન તળાવનો અર્ધાભાગનો હિસ્સો પુરી દેવાયો અને આ રતન તળાવની જમીનમાં રહેલી દરગાહ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર હોવાના દાવા સાથે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરાઈ છે અને 15 જેટલા ઝુપડાને ખાલી કરવા નોટીસ આપી છે .તસ્વીરમાં દરગાહ તથા લીલાઘાસ જે ધીરે ધીરે પુરાણ થઈ ગયું છે અને દરગાહની બાજુમાં જ તળાવનું પુરાણ થયેલું અને જે તળાવ છે તેની ફરતે પણ બ્યુટીફીકેશનના ઓથા હેઠળ પુરાણ થઈ રહયું હોય જે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.
હું નવો છું કોઈ કોમેન્ટ કરવા માંગતો નથી :- નવનાથ ગવ્હાણે ભરૂચ કલેકટર .ભરૂચમાં રતન તળાવ અને બહારની ઊંડાઈમાં સરકારી જમીન ઉપર દબાણ મુદ્દે લેન્ડ ગ્લેબિંગ અંગે ભરૂચ જિલ્લા કલેકટરનો સંપર્ક કરતા તેઓએ કહ્યું હતું કે હું હજુ નવો છું અને આમાં કોમેન્ટ કરવા માંગતો નથી તેમ કહ્યું હતું.
ભરૂચના રતન તળાવમાં તેના બ્યુટીફિકેશનને લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને દરગાહનું વધુ પડતું દબાણ હોય અને ઝૂંપડાઓનું પણ દબાણ હોય તેનું સ્થળ નિરીક્ષણ કર્યું છે અને માપણી કરી તમામ દબાણો દૂર કરવાની પણ કામગીરી થશે અને સીટી સર્વેને સંકલનમાં રાખીને દબાણ દૂર કરવાની પ્રક્રિયા પણ કરવામાં આવનાર હોવાનું ભરૂચ ડેપ્યુટી કલેક્ટર મનીષા મનાનીએ કહ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ