અમદાવાદમાં શેલા-વીઆઇપી રોડ પર મર્સિડીઝ અને કિયા વચ્ચે ટક્કર
અમદાવાદ,27 જૂન (હિ.સ.) અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ વધી રહી છે.અમદાવાદમાં શેલા-વીઆઇપી રોડ પર સર્કલને જોડતા રોડ ઉપર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. શેલા-વીઆઇપી રોડ પર યોગ સર્કલ ચાર રસ્તા પાસે મર્સિડીઝની જોરદાર ટક્કર વાગતા ક
Collision between Mercedes and Kia on Shela-VIP road in Ahmedabad


અમદાવાદ,27 જૂન (હિ.સ.) અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ વધી રહી છે.અમદાવાદમાં શેલા-વીઆઇપી રોડ પર સર્કલને જોડતા રોડ ઉપર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

શેલા-વીઆઇપી રોડ પર યોગ સર્કલ ચાર રસ્તા પાસે મર્સિડીઝની જોરદાર ટક્કર વાગતા કિયા કાર રોડની સાઈડમાં જતી રહી હતી. જેના કારણે એરબેગ ખુલી ગઈ હતી. કારમાં બેઠેલા વ્યક્તિને સામાન્ય ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે.

શેલા-વીઆઇપી રોડ પર યોગ સર્કલ ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. કર્ણાવતી ક્લબ રોડ તરફથી આવતી મર્સિડીઝ કાર અને શેલા તરફથી આવી રહેલી કિયા કાર વચ્ચે ટક્કર થઈ હતી. બંને કારને ટક્કર વાગતા એરબેગ ખુલી ગઈ હતી અને કારમાં બેઠેલા વ્યક્તિઓને સામાન્ય ઇજા થઈ હતી. અકસ્માતના પગલે લોકો ભેગા થઈ ગયા હતા.

બંને કારના આગળના બોનેટના ભાગને જોરદાર નુકસાન થયું હતું. ટક્કર વાગતાની સાથે કિયા કાર રોડની સાઈડમાં જતી રહી હતી. જોકે વહેલી સવારનો સમય હતો અને રોડની આજુબાજુમાં ખૂબ ઓછા લોકો હતા જેથી કોઈ જાનહાનિ થઈ નથી. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande