વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ બોખીરા આવાસની મુલાકાત લીધી
પોરબંદર, 27 જૂન (હિ.સ.) : વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ પોરબંદર જિલ્લાના બોખીરા ખાતે આવેલ આવાસની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ અને જરૂરી મરામત કાર્યો અંગે માહિતી મેળવી હતી. મંત્રીએ આવાસ પરિસરની મુલાકાત દરમિયાન રહેવાસીઓને વધુ સુવિ
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ બોખીરા આવાસની મુલાકાત લીધી.


વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ બોખીરા આવાસની મુલાકાત લીધી.


વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ બોખીરા આવાસની મુલાકાત લીધી.


વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ બોખીરા આવાસની મુલાકાત લીધી.


પોરબંદર, 27 જૂન (હિ.સ.) : વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ પોરબંદર જિલ્લાના બોખીરા ખાતે આવેલ આવાસની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ અને જરૂરી મરામત કાર્યો અંગે માહિતી મેળવી હતી. મંત્રીએ આવાસ પરિસરની મુલાકાત દરમિયાન રહેવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

મુલાકાત દરમિયાન મંત્રીએ સ્થાનિક રહેવાસીઓ સાથે આત્મીય સંવાદ સાધી તેમના સૂચનો અને અભિપ્રાયો જાણ્યા હતા. રહેવાસીઓએ વિસ્તારના વિકાસ અને સુવિધાઓ અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા અને સ્થળ પર મંત્રીએ સબંધિત વિભાગના અધિકારીઓને વધુ નબળા આવાસો માટે નવા આવાસોનું આયોજન કરવા અને અન્ય આવાસોની રીપેરીંગની કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.

આ પ્રસંગે મેયર સાગર મોદી, મનપા કમિશનર હસમુખ પ્રજાપતિ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રભારી વિમલભાઈ કગથરા, ઇજનેર જયદીપસિંહ રાણા સહિત સ્થાનિક અગ્રણીઓ અને રહીશો હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande