પોરબંદર પોલીસે બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો
પોરબંદર, 27 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરમાં બનેલી મોટરસાયકલ ચોરીની ઘટનાનો કમલાબાગ પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી બે આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે. પોલીસે ચોરીની એક હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ
પોરબંદર પોલીસે બાઇક ચોરી નો ભેદ ઉકેલ્યો.


પોરબંદર પોલીસે બાઇક ચોરી નો ભેદ ઉકેલ્યો.


પોરબંદર, 27 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરમાં બનેલી મોટરસાયકલ ચોરીની ઘટનાનો કમલાબાગ પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી બે આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે.

પોલીસે ચોરીની એક હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ તેમજ શંકાસ્પદ હાલતમાં રાખેલા ત્રણ મોટરસાયકલના એન્જિન મળી કુલ રૂ. 55 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. બે દિવસ અગાઉ ભાવસિંહજી હોસ્પિટલના ગેટ સામે પાર્ક કરેલી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ ચોરી થતાં કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયો હતો. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, પોરબંદરના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા તથા કમલાબાગ પોલીસ ઇન્સ્પેક્ટર આર. જે. રામના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ એ. એ. ડોડીયા અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમીના આધારે એરપોર્ટ સામે એન. કે. મહેતા હોસ્પિટલ નજીક ઝૂંપડા પાસે ત્રણ શંકાસ્પદ ઇસમો મોટરસાયકલ સાથે ઉભા હોવાનું જાણવા મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન બાઈકના એન્જિન અને ચેસિસ નંબર ભૂંસી નાખેલા હોવાનું સામે આવ્યું હતું. કડક પૂછપરછમાં આરોપીઓએ બે દિવસ અગાઉ ભાવસિંહજી હોસ્પિટલ પાસેથી મોટરસાયકલ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. તેમની પાસેથી વધુ ત્રણ મોટરસાયકલના એન્જિન પણ મળી આવ્યા હતા, જે અંગે કોઈ સંતોષકારક જવાબ ન આપી શકતાં પોલીસે તેને પણ કબજે કર્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં દેવા બાબુભાઈ પરમાર (ઉ.વ.22), રાલ્યા રંજલાભાઈ જમરે (ઉ.વ.20) તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરનો સમાવેશ થાય છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન સર્વેલન્સ સ્ટાફ સહિત નેટ્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande