પોરબંદરના ડીએલએસએસના 6 ખેલાડીઓની નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમીમાં પસંદગી કરાઈ
પોરબંદર, 27 જૂન (હિ.સ.) : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) દ્વારા રાજ્યમાં રમતગમતનો વ્યાપ વધે અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS
પોરબંદરના ડીએલએસએસના 6  ખેલાડીઓની નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમીમાં પસંદગી કરાઈ


પોરબંદરના ડીએલએસએસના 6  ખેલાડીઓની નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમીમાં પસંદગી કરાઈ


પોરબંદર, 27 જૂન (હિ.સ.) : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) દ્વારા રાજ્યમાં રમતગમતનો વ્યાપ વધે અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અન્વયે પોરબંદર જિલ્લામાં સાંદીપનિ ગુરુકુળ ખાતે કાર્યરત ડીએલએસએસમાં તાલીમ લઈ રહેલા 6 પ્રતિભાશાળી ખેલાડીઓની નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમીમાં પસંદગી કરવામાં આવી છે. પોરબંદર જિલ્લા માટે આ અત્યંત ગૌરવની અને ઐતિહાસિક સિદ્ધિ છે.

સાંદીપનિ ગુરુકુળ ખાતે તાલીમ મેળવી રહેલા અને પોતાની રમતગમત પ્રતિભાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા બામણિયા વિજય, કંડોરિયા પાર્થ, મોરી તમઝીદ, મજગુલ જસમુદ્દીન, ભુરિયા રૂષિત અને કોડિયાતર ચના નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમીમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યા છે.પસંદગી પામેલા ખેલાડીઓને હવે નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની અત્યાધુનિક અને સઘન તાલીમ આપવામાં આવશે. આ તાલીમ દરમિયાન ખેલાડીઓનો તમામ ખર્ચ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) દ્વારા ઉઠાવવામાં આવશે. સરકાર દ્વારા ખેલાડીઓને શ્રેષ્ઠ કોચિંગ, પૌષ્ટિક આહાર, નિવાસ તેમજ આધુનિક રમતગમત સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. એક ખેલાડી પાછળ અંદાજે રૂ. 5 લાખ જેટલો ખર્ચ કરવામાં આવશે.

આ ગૌરવપ્રદ સિદ્ધિ બદલ જિલ્લા રમત વિકાસ અધિકારી મનીષકુમાર જીલડિયા તથા જિલ્લા રમતગમત અધિકારી પ્રવીણાબેન પાંડવદરા દ્વારા પસંદગી પામેલા તમામ ખેલાડીઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ ખેલાડીઓ ભવિષ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પોરબંદર, ગુજરાત અને સમગ્ર ભારતનું નામ વિશ્વફલક પર ગૌરવભેર રોશન કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande