લગ્નના એક મહિનામાં જ યુવકે જીવન ટૂંકાવ્યું, વતનની જમીનને લઈને ભાઈ સાથેના વિવાદ બાદ સુરતમાં દુઃખદ ઘટના
સુરત, 27 જૂન (હિ.સ.) સુરતના સચિન GIDC વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના 25 વર્ષીય નંદલાલ સરોજે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, વતનમાં આવેલી ખેતીની જમીન તેમના મોટા ભાઈએ તેમની જાણ બહાર ગીરવે
Hang


સુરત, 27 જૂન (હિ.સ.) સુરતના સચિન GIDC વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના 25 વર્ષીય નંદલાલ સરોજે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, વતનમાં આવેલી ખેતીની જમીન તેમના મોટા ભાઈએ તેમની જાણ બહાર ગીરવે મૂકી દીધી હતી. આ મુદ્દે બંને ભાઈઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદ ચાલતો હતો, જેના કારણે નંદલાલ ભારે માનસિક તણાવમાં રહેતા હતા. આખરે આ જ તણાવ વચ્ચે તેમણે આકરું પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ઘટનાની સૌથી કરુણ બાબત એ છે કે નંદલાલના લગ્નને હજુ માત્ર એક મહિનો જ થયો હતો. તેમની પત્ની કરિશ્માએ જણાવ્યું કે તે દવા લેવા માટે બહાર ગઈ હતી અને પરત ફરતા પતિને ફાંસો ખાધેલી હાલતમાં જોયા હતા. તેમના જણાવ્યા મુજબ જમીનના વિવાદ સિવાય અન્ય કોઈ કારણ નહોતું અને મોટા ભાઈના નિર્ણય બાદ પરિવારની અંદર સતત તણાવનું વાતાવરણ સર્જાયું હતું.

ઘટનાની જાણ થતાં સચિન GIDC પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો. પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. બીજી તરફ નવવધૂ કરિશ્માએ પતિના મોત માટે જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની અને તેમને ન્યાય મળે તેવી માંગ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande