પોરબંદરના નવાગામ ખાતે મંદિરના પરિસરમાં ઉગાડેલ ગાંજાનો છોડ ઝડપાયો
પોરબંદર,27 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં નશીલા પદાર્થોના કાળા કારોબાર સામે પોલીસની ઝુંબેશ સતત યથાવત છે. આ દરમિયાન નવીબંદર મરીન પોલીસે નવાગામ (રાજપર) ખાતે મંદિર પરિસરમાંથી લીલા ગાંજાનો છોડ ઝડપી પાડી એક વ્યક્તિ સામે એન.ડી. પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોં
નવાગામ ખાતે મંદિરના પરિસર માં ઉગાડેલ ગાંજાનો છોડ જડપાયો.


નવાગામ ખાતે મંદિરના પરિસર માં ઉગાડેલ ગાંજાનો છોડ ઝડપાયો.


પોરબંદર,27 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં નશીલા પદાર્થોના કાળા કારોબાર સામે પોલીસની ઝુંબેશ સતત યથાવત છે. આ દરમિયાન નવીબંદર મરીન પોલીસે નવાગામ (રાજપર) ખાતે મંદિર પરિસરમાંથી લીલા ગાંજાનો છોડ ઝડપી પાડી એક વ્યક્તિ સામે એન.ડી. પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નવાગામ (રાજપર) ગ્રામ પંચાયત કચેરી પાછળ આવેલા નિર્મલેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મંદિર પરિસરમાં આવેલા રહેણાંક મકાનની બાજુની ચિતરીમાં વાવેલો લીલા ગાંજાનો છોડ મળી આવ્યો હતો.પોલીસે સ્થળ પરથી દયારામભાઈ રઘુરામ ગોંડલીયા (ઉ.વ. 63), રહે. આગઠ ફળિયું, રાજપરને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન તેમણે ગાંજાનો છોડ પોતે વાવ્યો હોવાનું સામે આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે. દરોડા દરમિયાન પોલીસે 1 કિલો 850 ગ્રામ વજનનો લીલો ગાંજાનો છોડ, જેની અંદાજિત કિંમત રૂ. 92,500, તેમજ એક મોબાઇલ ફોન કિંમત રૂ. 500 મળી કુલ રૂ. 93,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ બનાવ અંગે નવીબંદર મરીન પોલીસે આરોપી સામે એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી) અને 20(બી)(2-બી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ નવીબંદર મરીન પોલીસની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande