ફિલ્મ 'પેડ્ડી' એડવાન્સ બુકિંગની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ
નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.) રામ ચરણ અભિનીત ખૂબ જ અપેક્ષિત સ્પોર્ટ્સ ડ્રામા પેડ્ડી ની રિલીઝ માટે ફક્ત એક દિવસ બાકી છે. બુચી બાબુ સના દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ 4 જૂને વિશ્વભરના સિનેમાઘરોમાં આવશે, અને તેના પેઇડ પ્રીમિયર શો 3 જૂનની રાત્રે યોજાશે. ફિલ
રામ ચરણ-ફોટો સોર્સ એક્સ


નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.) રામ ચરણ અભિનીત ખૂબ જ અપેક્ષિત સ્પોર્ટ્સ ડ્રામા પેડ્ડી ની રિલીઝ માટે ફક્ત એક દિવસ બાકી છે. બુચી બાબુ સના દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ 4 જૂને વિશ્વભરના સિનેમાઘરોમાં આવશે, અને તેના પેઇડ પ્રીમિયર શો 3 જૂનની રાત્રે યોજાશે. ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે, પરંતુ પ્રારંભિક આંકડા અપેક્ષા કરતા થોડા ધીમા હોવાનું જણાય છે.

સૈકનીલ્ક ના અહેવાલ મુજબ, પેડ્ડી એ ભારતમાં તેના પહેલા દિવસે આશરે ₹5.39 કરોડ ની એડવાન્સ બુકિંગ રેકોર્ડ કરી છે. વૈશ્વિક સ્તરે, ફિલ્મનું એડવાન્સ વેચાણ ₹12 કરોડ ને વટાવી ગયું છે, જેમાં ઉત્તર અમેરિકા સહિત વિદેશી બજારોએ સૌથી વધુ ફાળો આપ્યો છે. જો કે, આ પ્રદર્શન રામ ચરણની પાછલી ફિલ્મ ગેમ ચેન્જર કરતા પાછળ છે, જેને રિલીઝ પહેલા આશરે ₹26 કરોડ ની એડવાન્સ બુકિંગ મળી હતી.

વેપાર વિશ્લેષકો માને છે કે, તેલંગાણામાં ટિકિટના દરોની સરકારની મંજૂરીમાં વિલંબથી શરૂઆતના બુકિંગ પર અસર પડી છે. રાજ્યની ટિકિટના ભાવની પ્રક્રિયા પૂર્ણ થયા પછી બુકિંગમાં વધારો થવાની ધારણા છે.

ફિલ્મમાં રામ ચરણ સાથે જાહ્નવી કપૂર, બોમન ઈરાની અને દિવ્યેન્દુ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. હવે બધાની નજર તેના પર છે કે, રિલીઝ પહેલા અને શરૂઆતના દિવસોમાં ફિલ્મનું બુકિંગ ઝડપથી વધે છે કે નહીં.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande