'પેદ્દી'ની સફળતા માટે તિરુમાલા પહોંચી જાહ્નવી કપૂર
નવી દિલ્હી, 04 જૂન (હિ.સ.) રામ ચરણ અને જાહ્નવી કપૂર અભિનીત બહુપ્રતીક્ષિત ફિલ્મ ''પેદ્દી'', 4 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મની રિલીઝ વચ્ચે જાહ્નવી કપૂર આંધ્ર પ્રદેશ સ્થિત પ્રસિદ્ધ તિરુમાલા મંદિરમાં ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લેવા પહોંચી
જાહ્નવી કપૂર


નવી દિલ્હી, 04 જૂન (હિ.સ.) રામ ચરણ અને જાહ્નવી કપૂર અભિનીત બહુપ્રતીક્ષિત ફિલ્મ 'પેદ્દી', 4 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મની રિલીઝ વચ્ચે જાહ્નવી કપૂર આંધ્ર પ્રદેશ સ્થિત પ્રસિદ્ધ તિરુમાલા મંદિરમાં ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લેવા પહોંચી હતી. અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેને ખુલ્લા પગે મંદિરની સીડીઓ ચડતા જોઈ શકાય છે. માનવામાં આવે છે કે, જાહ્નવી ફિલ્મની સફળતા અને દર્શકોના પ્રેમની કામના લઈને મંદિર પહોંચી હતી.

મંદિર દર્શન દરમિયાન જાહ્નવી પરંપરાગત અંદાજમાં જોવા મળી હતી. તેણે જાંબલી રંગની સુંદર કાંજીવરમ સાડી પહેરી હતી, જેની સાથે ભારે પરંપરાગત આભૂષણો તેના લુકને વધુ આકર્ષક બનાવી રહ્યા હતા. વીડિયોમાં અભિનેત્રી મંદિર પરિસરની બહાર શ્રદ્ધાળુઓ વચ્ચે શાંત અને સાદગીપૂર્ણ અંદાજમાં દેખાઈ રહી છે. ચાહકો પણ તેના આ આધ્યાત્મિક રૂપની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

નોંધનીય છે કે, જાહ્નવી કપૂરનો તિરુમાલા મંદિર સાથે ખાસ લગાવ રહ્યો છે. તે અવારનવાર પોતાના જન્મદિવસ અને કારકિર્દીના મહત્વપૂર્ણ પ્રસંગોએ અહીં દર્શન માટે પહોંચે છે. બુચી બાબુ સનાના નિર્દેશનમાં બનેલી 'પેદ્દી' એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે, જેમાં રામ ચરણ અને જાહ્નવી કપૂર ઉપરાંત દિવ્યેન્દુ શર્મા, શિવા રાજકુમાર અને બોમન ઈરાની પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળી રહ્યા છે. 'દેવરા' પછી આ સાઉથ સિનેમામાં જાહ્નવીની બીજી મોટી ફિલ્મ છે, જેને લઈને દર્શકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande