જ્હાનવીના રોલ પર વિવાદ, નિર્દેશકે માફી માંગી
નવી દિલ્હી, 06 જૂન (હિ.સ.) રામ ચરણ અને જ્હાનવી કપૂર અભિનીત ફિલ્મ ''પેદ્દી'' રિલીઝ થયા બાદ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. દર્શકોના એક વર્ગે આરોપ લગાવ્યો કે, ફિલ્મમાં જ્હાનવી કપૂરના પાત્રને બિનજરૂરી રીતે કામુક રીતે રજૂ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર વ
જ્હાનવી કપૂર-ફોટો સોર્સ એક્સ


નવી દિલ્હી, 06 જૂન (હિ.સ.) રામ ચરણ અને જ્હાનવી કપૂર અભિનીત ફિલ્મ 'પેદ્દી' રિલીઝ થયા બાદ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. દર્શકોના એક વર્ગે આરોપ લગાવ્યો કે, ફિલ્મમાં જ્હાનવી કપૂરના પાત્રને બિનજરૂરી રીતે કામુક રીતે રજૂ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર વધતી ટીકાઓ વચ્ચે ફિલ્મના નિર્દેશક બુચી બાબુ સનાએ આ મુદ્દે જાહેરમાં માફી માંગી છે.

શનિવારે એક્સ પર શેર કરવામાં આવેલા એક નિવેદનમાં નિર્દેશકે કહ્યું કે, સિનેમાનો ઉદ્દેશ્ય મનોરંજન અને પ્રેરણા આપવાનો છે, કોઈને અસ્વસ્થ અથવા અપમાનિત અનુભવ કરાવવાનો નથી. તેમણે સ્વીકાર્યું કે, ફિલ્મના કેટલાક દ્રશ્યોને લઈને દર્શકોની વાંધાઓને ગંભીરતાથી લેવામાં આવ્યા છે. નિર્દેશકે કહ્યું કે, તેમનો ક્યારેય કોઈ મહિલા પાત્રને ખોટી રીતે દર્શાવવાનો ઈરાદો નહોતો અને જો કોઈને એવું લાગ્યું હોય તો તેઓ દિલથી માફી માંગે છે.

બુચી બાબુ સનાએ એ પણ જાહેરાત કરી કે, ફિલ્મના કેટલાક વિવાદાસ્પદ દ્રશ્યોમાં ફેરફાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સમયની સાથે દર્શકોની સંવેદનાઓ અને અપેક્ષાઓ બદલાય છે, તેથી ફિલ્મ નિર્માતાઓની જવાબદારી પણ વધી જાય છે. 4 જૂને રિલીઝ થયેલી 'પેદ્દી'માં રામ ચરણ એક સ્પોર્ટ્સ સ્ટાર અને સામુદાયિક નેતાની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મમાં જ્હાનવી કપૂર, બોમન ઈરાની, શિવા રાજકુમાર, જગપતિ બાબુ અને દિવ્યાંશુ પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande