વડાપ્રધાને, અભિનેતા સલીમ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો
નવી દિલ્હી, 07 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અભિનેતા સલીમ કુમારના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો. વડાપ્રધાન મોદીએ એક્સ પર કહ્યું, દિગ્ગજ અભિનેતા સલીમ કુમારના નિધનથી હું અત્યંત વ્યથિત છું. તેમની વિશિષ્ટ કારકિર્દી દરમિયાન, તેમણે વિવિધ
ફિલ્મ


નવી દિલ્હી, 07 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અભિનેતા સલીમ કુમારના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો.

વડાપ્રધાન મોદીએ એક્સ પર કહ્યું, દિગ્ગજ અભિનેતા સલીમ કુમારના નિધનથી હું અત્યંત વ્યથિત છું. તેમની વિશિષ્ટ કારકિર્દી દરમિયાન, તેમણે વિવિધ ભૂમિકાઓમાં તેમની બહુમુખી પ્રતિભા અને યાદગાર પ્રદર્શનોથી અમીટ છાપ છોડી. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ!

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા સલીમ કુમારને તાવ અને શ્વાસ લેવામાં તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં શનિવારે રાત્રે 10:43 વાગ્યે હૃદયરોગના હુમલાના કારણે તેમનું અવસાન થયું. તેઓ 56 વર્ષના હતા. પ્રશંસકોએ 'આદમિંતે મકાન અબુ' અને 'પુલિવલ કલ્યાણમ' જેવી 300 થી વધુ ફિલ્મોમાં તેમની યાદગાર ભૂમિકાઓને યાદ કરી. તેમના પરિવારમાં પત્ની સુનીતા અને ત્રણ બાળકો છે. કેરળે તેમના અંતિમ સંસ્કાર માટે રાજકીય સન્માન પ્રદાન કર્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande