વિપક્ષી ગઠબંધનની બેઠકમાં 23 પક્ષો સામેલ થશે, 8 જૂને નવી દિલ્હીમાં બેઠક
નવી દિલ્હી, 07 જૂન (હિ.સ.) કોંગ્રેસ મહાસચિવ (સંચાર) જયરામ રમેશે જણાવ્યું કે, વિપક્ષી ઇન્ડી ગઠબંધનની 8 જૂને નવી દિલ્હીમાં યોજાનારી બેઠકમાં 23 રાજકીય પક્ષોએ ભાગ લેવાની પુષ્ટિ કરી છે. આ બેઠક બપોરે 12 વાગ્યે કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાશે. જયરામ રમેશે
વિપક્ષ


નવી દિલ્હી, 07 જૂન (હિ.સ.) કોંગ્રેસ મહાસચિવ (સંચાર) જયરામ રમેશે જણાવ્યું કે, વિપક્ષી ઇન્ડી ગઠબંધનની 8 જૂને નવી દિલ્હીમાં યોજાનારી બેઠકમાં 23 રાજકીય પક્ષોએ ભાગ લેવાની પુષ્ટિ કરી છે. આ બેઠક બપોરે 12 વાગ્યે કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાશે.

જયરામ રમેશે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે, ઇન્ડી ગઠબંધન (ઇન્ડિયા જનબંધન) ના કેટલાક પક્ષો જુદા જુદા કારણોસર આ વિશેષ બેઠકમાં સામેલ થવામાં અસમર્થતા વ્યક્ત કરી ચૂક્યા છે. જોકે, તેમણે પણ કેન્દ્ર સરકારની તે નીતિઓ અને કાર્યવાહીઓનો વિરોધ કર્યો છે, જે લાખો ભારતીયોના મતાધિકારને પ્રભાવિત કરી રહી છે, બંધારણ પર હુમલો કરી રહી છે અને તપાસ એજન્સીઓ દ્વારા વિપક્ષી નેતાઓને નિશાન બનાવી રહી છે.

તેમણે આરોપ લગાવ્યો કે, કેન્દ્ર સરકારની નીતિઓથી કરોડો લોકોની રોજીરોટી પ્રભાવિત થઈ રહી છે. સતત વધતી મોંઘવારી ઘરેલું બજેટ પર અસર કરી રહી છે. સાથે જ યુવાનોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો છે. સરકાર રોકાણના માહોલને નબળો પાડી રહી છે અને પોતાની વિદેશ નીતિ દ્વારા રાષ્ટ્રીય હિતો સાથે સમાધાન કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande