સુરતમાં ઈટીપી ટેન્ક દુર્ઘટના: સફાઈ માટે ઉતરેલા ચાર શ્રમિકોના કરુણ મોત
સુરત, 07 જૂન (હિ.સ.) : સુરતના ખાંડ બજાર વિસ્તારમાં આવેલી એક ખાનગી સંસ્થાના અંડરગ્રાઉન્ડ ETP (એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)માં આજે સવારે દુર્ઘટના સર્જાઈ હતી. ટેન્ક ચેમ્બરની સફાઈ કરવા ઉતરેલા ચાર શ્રમિકો અંદર જ બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ
Surat


સુરત, 07 જૂન (હિ.સ.) : સુરતના ખાંડ બજાર વિસ્તારમાં આવેલી એક ખાનગી સંસ્થાના અંડરગ્રાઉન્ડ ETP (એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)માં આજે સવારે દુર્ઘટના સર્જાઈ હતી. ટેન્ક ચેમ્બરની સફાઈ કરવા ઉતરેલા ચાર શ્રમિકો અંદર જ બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

પ્રાથમિક માહિતી મુજબ, ટેન્કની અંદર હાજર ઝેરી ગેસના પ્રભાવને કારણે ચારેય શ્રમિકોની તબિયત અચાનક બગડી હતી. સફાઈ દરમિયાન તેઓ એક પછી એક બેભાન થતા ચેમ્બરમાં જ ફસાઈ ગયા હતા. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી.

ફાયર વિભાગના જવાનોએ ઓક્સિજન સાધનોની મદદથી ભારે જહેમત બાદ ચારેયને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ડોક્ટરોએ તપાસ બાદ ચારેયને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટનામાં સલામતીના નિયમો અને સુરક્ષા સાધનોના ઉપયોગ અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. સંબંધિત વિભાગો અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં શ્રમિકો માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થાનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે મુદ્દે પણ તપાસ કરવામાં

આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande