હોટલ-ધાબાઓ પર સામખિયાળી પોલીસનો સઘન ચેકિંગ અભિયાન, પાંચ સ્થળે દારૂ સંબંધિત ગુનાઓ નોંધાયા
કચ્છ, 07 જૂન (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના હેતુથી પોલીસ વિભાગ દ્વારા આજે હોટલ અને ધાબાઓમાં વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્
સામખિયાળી પોલીસ નું સઘન ચેકીંગ અભિયાન


સામખિયાળી પોલીસ નું સઘન ચેકીંગ અભિયાન


સામખિયાળી પોલીસ નું સઘન ચેકીંગ અભિયાન


કચ્છ, 07 જૂન (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના હેતુથી પોલીસ વિભાગ દ્વારા આજે હોટલ અને ધાબાઓમાં વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આજની આ ઝુંબેશ દરમિયાન સામખિયાળી પોલીસ દ્વારા વિસ્તારના વિવિધ હોટલ-ધાબાઓમાં સઘન તપાસ કરવામાં આવી હતી.

નાયબ પોલીસ અધિક્ષક ભચાઉના માર્ગદર્શન હેઠળ સામખિયાળી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. ઝાલાની આગેવાનીમાં અલગ-અલગ ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન હાઇવે પર આવેલા અનેક હોટલ અને ધાબાઓમાં તપાસ કરીને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી હતી.

આજે યોજાયેલી ડ્રાઈવ દરમિયાન કુલ ૨૫ હોટલ-ધાબાઓની તપાસ કરવામાં આવી હતી. સાથે જ ૧૫૭ વાહનોની ચકાસણી કરવામાં આવી અને ૨૩ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરતા બે વાહનોને મોટર વાહન અધિનિયમની કલમ ૨૦૭ હેઠળ ડિટેઇન કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન વિવિધ સ્થળોએ પ્રતિબંધિત દારૂ સંબંધિત ગુનાઓ સામે આવતા પોલીસ દ્વારા પાંચ અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા હતા. માળીયા-સામખિયાળી હાઇવે પર આવેલી દોસ્તી હોટલ, પટના બિહાર હોટલ, કરણી સતલજ હોટલ, આર.આર. ન્યુ લક્ષ્મી હોટલ અને લક્ષ્મી હોટલ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનાઓ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પોલીસ વિભાગના જણાવ્યા મુજબ હાઇવે વિસ્તારને ગુનામુક્ત અને સુરક્ષિત બનાવવા માટે આવી ચેકિંગ ડ્રાઈવો આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. સામખિયાળી પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande