મલયાલમ ફિલ્મોના અભિનેતા સલીમ કુમારનું નિધન
કોચી, નવી દિલ્હી, 07 જૂન (હિ.સ.) મલયાલમ ફિલ્મોના લોકપ્રિય અભિનેતા સલીમ કુમારનું અહીં એક ખાનગી હોસ્પિટલમાં 56 વર્ષની વયે નિધન થયું. તેમને ન્યુમોનિયાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પારિવારિક સૂત્રોએ આ માહિતી આપી. તેમણે શનિવારે રાત્
અભિનેતા સલીમ કુમાર-ફાઈલ ફોટો


કોચી, નવી દિલ્હી, 07 જૂન (હિ.સ.) મલયાલમ ફિલ્મોના લોકપ્રિય અભિનેતા સલીમ કુમારનું અહીં એક ખાનગી હોસ્પિટલમાં 56 વર્ષની વયે નિધન થયું. તેમને ન્યુમોનિયાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પારિવારિક સૂત્રોએ આ માહિતી આપી. તેમણે શનિવારે રાત્રે લગભગ 10.43 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેમને સવારે દાખલ કરવામાં આવ્યા હતા.

પારિવારિક સૂત્રો અનુસાર, કેટલાક વર્ષો પહેલા લિવર પ્રત્યારોપણ કરાવી ચૂકેલા કુમારને હોસ્પિટલમાં કૃત્રિમ શ્વાસ યંત્ર પર રાખવામાં આવ્યા હતા. કુમારે 1990ના દાયકાના અંતમાં સિને જગતમાં પ્રવેશ કરતા પહેલા હાસ્ય દ્વારા ઓળખ મેળવી હતી. તેમણે 1997માં મોટા પડદા પર પદાર્પણ કર્યું. 2000ના દાયકામાં તેમના હાસ્ય અભિનયે તેમને વ્યાપક લોકપ્રિયતા અપાવી.

તેમણે મલયાલમ ફિલ્મ 'અચનુરંગથા વીડુ'માં તેમના અભિનય માટે કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કારમાં દ્વિતીય શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર જીત્યો. આ પછી તેમને 'અદામિંતે મકાન અબુ' (2010)માં અભિનય માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશને અભિનેતા સલીમ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો. સતીશને શોક સંદેશમાં કહ્યું, ''સલીમ કુમાર ઉત્તર પરવૂરનું ગૌરવ હતા. સાધારણ પરિવારમાં જન્મેલા કુમાર, રાષ્ટ્રીય પુરસ્કાર જીતીને ભારતીય સિનેમાના શિખર પર પહોંચ્યા. તેમણે પોતાના અભિનયના જોરે ઓસ્કર નામાંકન સુધીનો પ્રવાસ ખેડ્યો.''

ઉલ્લેખનીય છે કે, કુમારે લગભગ ત્રણ દાયકાની કારકિર્દીમાં હાસ્યથી લઈને ગંભીર ચરિત્ર ભૂમિકાઓ ભજવી હતી. પરિવારમાં તેમની પત્ની સુનીતા અને બે બાળકો છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande