મલ્ટિસ્ટારર ફિલ્મો પર, ફરી દાવ લગાવશે અહમદ ખાન
નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) અક્ષય કુમાર અભિનીત ફિલ્મ ''વેલકમ ટૂ ધ જંગલ''ની બોક્સ ઓફિસ સફળતા વચ્ચે, દિગ્દર્શક અહમદ ખાને પોતાની આવનારી ફિલ્મોને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, તેઓ હાલ એકસાથે ત્રણ નવી ફિલ્મોના પ્રી-પ્રોડક્શનમાં વ્યસ્ત
ફિલ્મ


નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) અક્ષય કુમાર અભિનીત ફિલ્મ 'વેલકમ ટૂ ધ જંગલ'ની બોક્સ ઓફિસ સફળતા વચ્ચે, દિગ્દર્શક અહમદ ખાને પોતાની આવનારી ફિલ્મોને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, તેઓ હાલ એકસાથે ત્રણ નવી ફિલ્મોના પ્રી-પ્રોડક્શનમાં વ્યસ્ત છે. તેમાં ટાઇગર શ્રોફ અને શનાયા કપૂર અભિનીત એક ઝોમ્બી કોમેડી, એક મોટી મલ્ટિસ્ટારર ફિલ્મ અને પોતાના પુત્ર અઝાન ખાનની ડેબ્યૂ ફિલ્મનો સમાવેશ થાય છે.

મીડિયા સાથેની વાતચીતમાં અહમદ ખાને જણાવ્યું કે, ટાઇગર શ્રોફ અને શનાયા કપૂરની ઝોમ્બી કોમેડી પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, ફિલ્મનું ફોટોશૂટ પૂરું થઈ ચૂક્યું છે અને હવે બાકીના કલાકારોની કાસ્ટિંગ અંતિમ તબક્કામાં છે. દિગ્દર્શકના જણાવ્યા અનુસાર, આ એક મલ્ટિસ્ટારર ફિલ્મ હશે, જેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ ફિલ્મ દર્શકો માટે નવો અને મનોરંજક અનુભવ લઈને આવશે.

અહમદ ખાને પોતાની બીજી ફિલ્મ વિશે પણ માહિતી આપતાં કહ્યું કે, તેઓ એક વધુ મોટી મલ્ટિસ્ટારર ફિલ્મ બનાવી રહ્યા છે. તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું કે, તેમાં 'વેલકમ ટૂ ધ જંગલ'ના 34 નહીં, પરંતુ 33 કલાકારો હશે. તેમના મુજબ, આ ફિલ્મ પોતાના મોટા પાયે અને વિશાળ સ્ટારકાસ્ટને કારણે ચર્ચામાં રહેશે.

આ ઉપરાંત અહમદ ખાન પોતાના પુત્ર અઝાન ખાનને, બોલિવૂડમાં લોન્ચ કરવાની તૈયારી પણ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, આ એક રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ હશે, જેનું દિગ્દર્શન તેઓ પોતે કરશે. દિગ્દર્શકનું કહેવું છે કે, ત્રણેય પ્રોજેક્ટ્સ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે અને આવનારા સમયમાં તેમના વિશે વિગતવાર માહિતી શેર કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande