શહનાઝ ગિલ અને જય રંધાવાની ફિલ્મ, 'ઇશ્કનામા' નું ટ્રેલર રિલીઝ
નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.) શહનાઝ ગિલ અને જય રંધાવા અભિનીત પંજાબી પીરિયડ રોમાન્સ ફિલ્મ ''ઇશ્કનામા'' નું બહુપ્રતીક્ષિત ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. નિર્દેશક અરવિંદર એસ. ખૈરાની આ ફિલ્મ ભારત-પાકિસ્તાન સરહદ પર જન્મેલી એક સાચી પ્રેમ કહાણી પર આ
ફિલ્મ


નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.) શહનાઝ ગિલ અને જય રંધાવા અભિનીત પંજાબી પીરિયડ રોમાન્સ ફિલ્મ 'ઇશ્કનામા' નું બહુપ્રતીક્ષિત ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. નિર્દેશક અરવિંદર એસ. ખૈરાની આ ફિલ્મ ભારત-પાકિસ્તાન સરહદ પર જન્મેલી એક સાચી પ્રેમ કહાણી પર આધારિત છે. ટ્રેલરમાં ભાવનાત્મક પ્રેમ, ભાગલાનું દર્દ અને સરહદોથી પર સંબંધોની ઊંડાઈને પ્રભાવશાળી અંદાજમાં રજૂ કરવામાં આવ્યું છે. ફિલ્મ 24 જુલાઈના રોજ ભારત, કેનેડા અને યુનાઇટેડ કિંગડમના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

પ્રશંસિત પુસ્તક 'હિંદ પાક બોર્ડરનામા' થી પ્રેરિત આ ફિલ્મ, 1981 થી 1988 ની વચ્ચે ભારત-પાકિસ્તાન સરહદ પર વસેલા પંજાબની પૃષ્ઠભૂમિમાં રચવામાં આવી છે. વાર્તા ભારતીય પંજાબના યુવા શીખ શાયર નિમ્મા અને પાકિસ્તાની પંજાબની મુસ્લિમ યુવતી નસીમાની પ્રેમ ગાથા પર આધારિત છે, જે ભાગલાની કરુણાંતિકા અને સરહદોની દીવાલો છતાં પોતાના પ્રેમને જીવંત રાખવા સંઘર્ષ કરે છે. નિર્માતાઓના મતે, આ વાર્તા વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે અને નિમ્મા આજે પણ ભારતમાં જીવિત છે, જ્યારે નસીમાના ઇંગ્લેન્ડ જતા રહેવાની વાત કહેવાય છે.

નિર્દેશક અરવિંદર એસ. ખૈરાએ કહ્યું કે 'ઇશ્કનામા' માત્ર એક પ્રેમ કહાણી નથી, પરંતુ ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલી એક એવી સાચી દાસ્તાન છે, જેને મોટા પડદા પર પૂરી સંવેદનશીલતા સાથે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે શહનાઝ ગિલે નસીમાના પાત્રને પોતાના કરિયરની સૌથી પડકારજનક ભૂમિકાઓમાંની એક ગણાવી છે, જ્યારે જય રંધાવાએ તેને પ્રેમ, ત્યાગ, ઇંતજાર અને કિસ્મતની વાર્તા ગણાવી છે.

અરવિંદર એસ. ખૈરાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું નિર્માણ સૌરભ રાણાએ કર્યું છે. ફિલ્મમાં શહનાઝ ગિલ, જય રંધાવા અને સૌરભ સચદેવા મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande