પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય ભૌતિકી ઓલિમ્પિયાડમાં, સ્વર્ણપદક જીતનાર ભારતીય ટીમને અભિનંદન આપ્યા
નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલંબિયાના બુકારામાંગામાં આયોજિત 56મા આંતરરાષ્ટ્રીય ભૌતિકી ઓલિમ્પિયાડ (આઈપીએચઓ) 2026માં સ્વર્ણપદક જીતનાર ભારતીય ટીમના તમામ પાંચ વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં કહ્યું છે કે તેમની આ સિદ્ધિ દેશની ય
અભિનંદન


નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલંબિયાના બુકારામાંગામાં આયોજિત 56મા આંતરરાષ્ટ્રીય ભૌતિકી ઓલિમ્પિયાડ (આઈપીએચઓ) 2026માં સ્વર્ણપદક જીતનાર ભારતીય ટીમના તમામ પાંચ વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં કહ્યું છે કે તેમની આ સિદ્ધિ દેશની યુવા શક્તિની અપરિમિત ક્ષમતા તથા વિજ્ઞાન અને સંશોધન પ્રત્યેના તેમના જુસ્સાનું પ્રમાણ છે.

પ્રધાનમંત્રીએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાહેર કરેલા સંદેશમાં કનિષ્ક જૈન, ઋદ્ધેશ અનંત બેદલે, ઋષિત ગર્ગ, શ્રેષ્ઠ સુરૈયા અને સ્વરિત જોશીને તેમની શાનદાર સફળતા બદલ શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે, આ વિદ્યાર્થીઓનું ઉત્તમ પ્રદર્શન સમગ્ર દેશ માટે ગૌરવનો વિષય છે.

મોદીએ કહ્યું કે, ભારતીય વિદ્યાર્થીઓની આ સિદ્ધિ ફરી એકવાર સાબિત કરે છે કે, દેશની યુવા પ્રતિભાઓ વિજ્ઞાન અને સંશોધનના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ વિદ્યાર્થીઓની સફળતા દેશના અન્ય યુવાનોને પણ વિજ્ઞાન અને નવીનતા ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરિત કરશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, છેલ્લા એક દાયકામાં આંતરરાષ્ટ્રીય ભૌતિકી ઓલિમ્પિયાડના વિવિધ સંસ્કરણોમાં ભારતીય વિદ્યાર્થીઓનું પ્રદર્શન સતત ઉત્તમ રહ્યું છે, જે દેશમાં વૈજ્ઞાનિક પ્રતિભાના સતત વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણનું પ્રતિબિંબ છે.

ઉલ્લેખનીય છે કે, 56મા આંતરરાષ્ટ્રીય ભૌતિકી ઓલિમ્પિયાડ-2026નું આયોજન કોલંબિયાના બુકારામાંગા શહેરમાં થયું હતું, જ્યાં ભારતીય ટીમના તમામ પાંચ સ્પર્ધકોએ સ્વર્ણપદક જીતીને દેશનું ગૌરવ વધાર્યું.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande