શાંઘાઈમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે, કતરના ભૂતપૂર્વ અમીરના નિધન પર ઊંડી સંવેદના વ્યક્ત કરી
નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) શાંઘાઈમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલ પ્રતીક માથુરે, સોમવારે કતરના ભૂતપૂર્વ અમીર શેખ હમાદ બિન ખલીફા અલ થાનીના નિધન પર, શોક વ્યક્ત કરવા માટે કોન્સ્યુલેટ જનરલની મુલાકાત લીધી હતી. શાંઘાઈમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે, પોતાના સ
કતર


નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) શાંઘાઈમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલ પ્રતીક માથુરે, સોમવારે કતરના ભૂતપૂર્વ અમીર શેખ હમાદ બિન ખલીફા અલ થાનીના નિધન પર, શોક વ્યક્ત કરવા માટે કોન્સ્યુલેટ જનરલની મુલાકાત લીધી હતી.

શાંઘાઈમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે, પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, કોન્સ્યુલેટ જનરલ પ્રતીક માથુરે કતરના કોન્સ્યુલેટ જનરલની મુલાકાત લીધી હતી, અને શોક પુસ્તક પર હસ્તાક્ષર કર્યા હતા અને દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પ્રસંગે, તેમણે કતરના શાહી પરિવાર, ત્યાની સરકાર અને નાગરિકો પ્રત્યે, ભારતની ઊંડી સંવેદનાઓ વ્યક્ત કરી હતી અને આ દુઃખદ સમયમાં તેમની સાથે એકતા વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande