ચાર વિદ્યાર્થીઓને સર્પદંશ આપવાના કેસમાં, એનએચઆરસી એ ઝારખંડ સરકારને નોટિસ ફટકારી ....
નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (એનએચઆરસી ) એ, ઝારખંડના લોહરદગા જિલ્લામાં આવેલ એક રહેણાંક શાળાના છાત્રાલયમાં, ચાર વિદ્યાર્થિનીઓ પર સર્પદંશના અહેવાલો પર સ્વતઃ નોંધ લીધી છે અને મુખ્ય સચિવને નોટિસ ફટકારી છે. જેમાં બે અઠવાડિયામ
નોટિસ


નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (એનએચઆરસી ) એ, ઝારખંડના લોહરદગા જિલ્લામાં આવેલ એક રહેણાંક શાળાના છાત્રાલયમાં, ચાર વિદ્યાર્થિનીઓ પર સર્પદંશના અહેવાલો પર સ્વતઃ નોંધ લીધી છે અને મુખ્ય સચિવને નોટિસ ફટકારી છે.

જેમાં બે અઠવાડિયામાં વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, 7 જુલાઈના રોજ, લોહરદગા જિલ્લામાં એક ઉચ્ચ માધ્યમિક રહેણાંક શાળાના છાત્રાલયના, રૂમમાં વિદ્યાર્થીની ઓ સુતી હતી તે વખતે, વિદ્યાર્થિનીઓને સાપ કરડયો હતો. તેમાંથી એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય ત્રણ હાલમાં સારવાર હેઠળ છે.

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે સરકારને, રિપોર્ટમાં ઘાયલ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય વિશે માહિતી આપવાનો નિર્દેશ આપ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande