
નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નીતિશાસ્ત્રના એક પ્રસિદ્ધ શ્લોકમાં, દેશના સમાવેશી વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં દરેક નાગરિકની ભાગીદારીના મહત્વને રેખાંકિત કર્યું છે.
વડાપ્રધાન મોદીએ એક્સ પર, શ્લોકને ઉદ્ધૃત કરતાં કહ્યું,
“'कन्यानां सम्प्रदानञ्च कुमाराणाञ्च रक्षणम्।
राष्ट्रस्य सङ्ग्रहे नित्यं
विधानमिदमाचरेत्॥'
તેનો અર્થ છે કે, મહિલાઓનું કલ્યાણ સુનિશ્ચિત કરવું, યુવા પેઢીની રક્ષા અને પોષણ કરવું તથા રાષ્ટ્રની એકતા, સુરક્ષા, સમૃદ્ધિ અને સુચારુ શાસન માટે સતત જરૂરી વ્યવસ્થા કરવી જનપ્રતિનિધિનું સતત કર્તવ્ય છે.
कन्यानां सम्प्रदानञ्च कुमाराणाञ्च रक्षणम्।राष्ट्रस्य सङ्ग्रहे नित्यं विधानमिदमाचरेत्॥' આ સુભાષિતમનો અર્થ છે કે,
જ્યારે ચોતરફ વિકાસ સાથે દરેક દેશવાસીના જીવનમાં સકારાત્મક પરિવર્તન સુનિશ્ચિત થાય છે, ત્યારે રાષ્ટ્રની પ્રગતિ પણ નવી ગતિ પકડે છે. આ જ પ્રેરક ભાવના સાથે અમે ભારતની દૃઢતાને સતત મહત્વ આપીએ છીએ.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ