ગોયલે ભારત-અમેરિકા, વેપાર કરાર ટાળવાની અહેવાલોને ફગાવ્યા
નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સોમવારે તે અહેવાલોને ફગાવી દીધા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે અમેરિકા સાથે ટૂંક સમયમાં વેપાર કરાર કરવા ઇનકાર કર્યો છે અને હવે તે વધુ સારી શરતોની રાહ જોઈ રહ્યું છે
ગોયલ


નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સોમવારે તે અહેવાલોને ફગાવી દીધા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે અમેરિકા સાથે ટૂંક સમયમાં વેપાર કરાર કરવા ઇનકાર કર્યો છે અને હવે તે વધુ સારી શરતોની રાહ જોઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આ અહેવાલ સંપૂર્ણપણે ખોટો, આધારહીન અને ગેરમાર્ગે દોરનાર છે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ કહ્યું કે, ભારત અને અમેરિકાની ટીમો એક એવા વેપાર કરાર માટે સંપૂર્ણપણે કાર્યરત છે. તેમણે જણાવ્યું કે ગયા મહિને અહીં તેમની અમેરિકાના ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ જેમિસન ગ્રીર સાથે મુલાકાત થઈ હતી. બંને પક્ષોએ એક એવી ડીલ માટે પોતાની પ્રતિબદ્ધતા ફરી દોહરાવી છે, જે સંતુલિત હોય, વ્યાવસાયિક રીતે મહત્વપૂર્ણ હોય અને જેના કારણે બંને દેશોમાં બિઝનેસ, ખેડૂતો, કામદારો અને ગ્રાહકોને ઠોસ લાભ મળે. તેમણે કહ્યું કે જ્યારે અમેરિકાના ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ જેમિસન ગ્રીર જૂનમાં દિલ્હી આવ્યા હતા, ત્યારે મારી તેમની સાથે ખૂબ સારી બેઠકો થઈ હતી. અમારી ટીમો આ લક્ષ્ય હાંસલ કરવા માટે સંપૂર્ણપણે કાર્યરત છે.

ભારત-અમેરિકા વચ્ચે અંતરિમ દ્વિપક્ષીય વેપાર કરાર (બીટીએ) અંગે બે દિવસીય મહત્વપૂર્ણ મંત્રીસ્તરીય વાટાઘાટો ગયા મહિને નવી દિલ્હીમાં 24 જૂને થઈ હતી. બંને દેશ 24 જુલાઈએ સમાપ્ત થઈ રહેલા અમેરિકાના અસ્થાયી 10 ટકા ટેરિફ પહેલાં આ કરારને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વાટાઘાટો બાદ જારી સત્તાવાર નિવેદનમાં કોઈ અંતિમ પરિણામ અથવા કરારની જાહેરાત કરવામાં આવી નહોતી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande