
લખનૌ, નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) પોતાના બે દિવસીય પ્રવાસે લખનઉ પહોંચી છે. જેપીસી સોમવાર અને મંગળવારે વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને નિષ્ણાતો સાથે આ મુદ્દે મંથન કરશે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને લોકસભા સાંસદ અનુરાગ ઠાકુરે સોમવારે અહીં મીડિયાને જણાવ્યું કે, સંયુક્ત સંસદીય સમિતિ ‘વન નેશન, વન ઇલેક્શન’ના મુદ્દે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. આજે અહીં મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક, ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી સહિત અન્ય તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરશે. આ ઉપરાંત બેંકના અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓ, વિવિધ સંસ્થાઓ, બાર કાઉન્સિલના પદાધિકારીઓ અને વરિષ્ઠ વકીલો સાથે પણ મુલાકાત થશે. તમામ બેઠકો સાંજે 7 વાગ્યા સુધી ચાલશે.
અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, ત્યારબાદ મંગળવારે સવારથી રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાથે સંસદીય સમિતિની બેઠક થશે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત થશે. ‘વન નેશન, વન ઇલેક્શન’ અંગે આ તમામના વિચારો જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, જો એક જ સમયે વિધાનસભા અને લોકસભા, બંનેની ચૂંટણી થાય તો અનેક બાબતો પર અસર પડે છે. આખું વર્ષ ચૂંટણી આચારસંહિતા લાગુ રહે છે. ક્યારેક વિધાનસભાની ચૂંટણી, ક્યારેક લોકસભાની ચૂંટણી, તો ક્યારેક આ રાજ્યની ચૂંટણી તો ક્યારેક તે રાજ્યની ચૂંટણી ચાલતી રહે છે. આ બધામાંથી મુક્તિ મેળવી શકાય છે. જોવાનું એ છે કે અલગ-અલગ પક્ષોના શું વિચારો છે.
હિન્દુસ્થાન સમાચાર / દિલીપ શુક્લા / શિવ સિંહ / ડૉ. રાજેશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ