અમેરિકાનો દક્ષિણ ઈરાન પર હુમલો, મુખ્ય બંદર શહેરો અને કેશમ દ્વીપમાં ધડાકા
તેહરાન/વોશિંગ્ટન, નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) હોર્મુઝ જળડમરુમધ્ય પર, અમેરિકા અને ઈરાન વચ્ચે છેડાયેલી પ્રભુત્વની લડાઈને કારણે પશ્ચિમ એશિયામાં ફરી સ્થિતિ ગંભીર બની છે. અમેરિકી સેનાએ દક્ષિણ ઈરાન પર તાજા હુમલા કર્યા છે. બંદર અબ્બાસ, સિરિક અને જાસ્ક જે
યુદ્ધ


તેહરાન/વોશિંગ્ટન, નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) હોર્મુઝ જળડમરુમધ્ય પર, અમેરિકા અને ઈરાન વચ્ચે છેડાયેલી પ્રભુત્વની લડાઈને કારણે પશ્ચિમ એશિયામાં ફરી સ્થિતિ ગંભીર બની છે. અમેરિકી સેનાએ દક્ષિણ ઈરાન પર તાજા હુમલા કર્યા છે. બંદર અબ્બાસ, સિરિક અને જાસ્ક જેવા બંદર શહેરો ઉપરાંત કેશમ દ્વીપ પર પણ જોરદાર ધડાકા થયા છે. એક દિવસ પહેલાં અમેરિકી સેના, ઈરાનમાં ઓછામાં ઓછા 140 ઠેકાણાં પર હુમલો કરી ચૂકી છે. તેના જવાબમાં તેહરાને બહેરીન, કુવૈત, ઓમાન, કતર અને જોર્ડન પર વળતા હુમલા કર્યા.

સીએનએનના, અલ જઝીરા અને ઈરના ના અહેવાલ મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે, હોર્મુઝ જળડમરુમધ્ય ખુલ્લો છે. ઈરાનના ફારસની ખાડી જળડમરુમધ્ય પ્રાધિકરણે કહ્યું છે કે, સ્થિરતા અને શાંતિ પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી ત્યાંથી અવરજવર કરવાની મંજૂરી નથી. આ સપ્તાહાંતથી શરૂ થયેલા, તાજા ટકરાવને કારણે બંને દેશો વચ્ચેનું કૂટનીતિક તણાવ વધુ વધ્યું છે.

અમેરિકી સેનાના પ્રવક્તાએ કહ્યું કે, ઈરાનના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) એ, જળમાર્ગમાં વધુ એક વ્યાવસાયિક જહાજ પર હુમલો કર્યો. તેથી તાજો હુમલો કરવામાં આવ્યો. અમેરિકાના સહયોગી દેશોએ કહ્યું કે, સપ્તાહાંત દરમિયાન તેમને ઈરાની હુમલાઓનો સામનો કરવો પડ્યો. આ દેશોમાં કુવૈત, ઓમાન, જોર્ડન અને સંયુક્ત આરબ અમીરાત મુખ્ય છે. અમેરિકાનો દાવો છે કે, આઈઆરજીસી સતત હોર્મુઝમાં જહાજો પર ગોળીબાર કરી રહ્યું છે.

અમેરિકી મધ્ય કમાન્ડના પ્રવક્તા કેપ્ટન ટિમ હોકિન્સે કહ્યું કે, ઈરાનની એક ક્રૂઝ મિસાઇલ અને એક વન-વે એટેક ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અમેરિકી હુમલાઓનો હેતુ ઈરાનની સૈન્ય ક્ષમતાને નબળી પાડવાનો છે. ઈરાનના ખુઝેસ્તાન પ્રાંતના ડેપ્યુટી ગવર્નર વલીઓલ્લાહ હયાતીએ કહ્યું છે કે, આજે સવારે માહશહરમાં એક ખેતર પર બનેલા સિંચાઈ પંપ કેન્દ્ર પર મિસાઇલ પડવાથી એક વ્યક્તિનું મોત થયું અને ચાર અન્ય ઘાયલ થયા.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande