નેપાળમાં ટ્રાફિક નિયમો તોડવા પર શ્રમદાન કરવું પડશે, નવો કાયદો લાવવાની તૈયારી
કાઠમંડુ, નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). નેપાળ સરકાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી દંડ વસૂલવાને બદલે હવે શ્રમદાન કરાવવા માટે નવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. આ આશયનું વિધેયક સંસદમાં વિચારણા હેઠળ છે. નિયમોનું ઉલ્લંઘન કરવા પર દંડની રકમ 50
નેપાળ ટ્રાફિક પોલીસ


કાઠમંડુ, નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). નેપાળ સરકાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી દંડ વસૂલવાને બદલે હવે શ્રમદાન કરાવવા માટે નવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. આ આશયનું વિધેયક સંસદમાં વિચારણા હેઠળ છે. નિયમોનું ઉલ્લંઘન કરવા પર દંડની રકમ 50 હજારથી લઈને 1 લાખ રૂપિયા કરવાના નિર્ણયનો સર્વત્ર વિરોધ થઈ ચૂક્યો છે.

સરકારે દલીલ કરી કે, દંડની રકમ વધારવાનો નિર્ણય અકસ્માતોમાં ઘટાડો લાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો. સામાન્ય માણસ પર તેનો આર્થિક બોજ વધવાને કારણે નવા કાયદાનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવિત વિધેયકમાં દંડ ન ચૂકવનારાઓ પાસેથી સરકારી શ્રમ શિબિરમાં કામ કરાવીને પણ તેની ભરપાઈ કરાવી શકાશે.

ટ્રાફિક મંત્રી સુનિલ લમસાલે પ્રતિનિધિ સભાની બેઠકમાં સાંસદોના પ્રશ્નોના જવાબ આપતા આ માહિતી આપી. લમસાલે કહ્યું કે, હાલમાં નિયમ ઉલ્લંઘન પર દંડ ખૂબ ઓછો છે. એક વખતમાં 50 હજાર રૂપિયા દંડ લગાવવા પાછળ સરકારનો ઇરાદો પૈસા વસૂલવાનો નથી, પરંતુ લોકોને ટ્રાફિક નિયમનું પાલન કરવા માટે વધુ સચેત કરવાનો છે.

લમસાલ અનુસાર, જો કોઈ ડ્રાઈવર ત્રણ વાર ગતિ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે, તો જ તેની પાસેથી 50 હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત, વારંવાર નિયમ તોડનારાઓનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ કરી શકાશે. મંત્રી લમસાલે જણાવ્યું કે, પ્રસ્તાવિત વિધેયકમાં એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જે વ્યક્તિ રોકડ દંડ ચૂકવવામાં સક્ષમ નહીં હોય, તે સરકાર માટે શ્રમદાન કરીને દંડની ભરપાઈ કરી શકશે. એટલે કે રોકડ ચુકવણીના વિકલ્પ તરીકે સરકારી શ્રમ દ્વારા દંડ ચૂકવવાની કાનૂની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande