‘સૌશ્રુતમ્ 2026’ આંતરરાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ કરશે
નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે નવી દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા (એઆઈઆઈએ) માં આયોજિત ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનાર ‘સૌશ્રુતમ્ 2026’નું ઉદ્ઘાટન કરશે. આયુષ મંત્રાલય હેઠળ આયોજિત આ સેમિનાર 15 થી 17 જુલાઈ
આયુષ મંત્રાલય


નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે નવી દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા (એઆઈઆઈએ) માં આયોજિત ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનાર ‘સૌશ્રુતમ્ 2026’નું ઉદ્ઘાટન કરશે. આયુષ મંત્રાલય હેઠળ આયોજિત આ સેમિનાર 15 થી 17 જુલાઈ સુધી ચાલશે, જ્યારે 14 જુલાઈએ પૂર્વ-કાર્યશાળા આયોજિત કરવામાં આવશે.

આયુષ મંત્રાલય અનુસાર, કાર્યક્રમનું આયોજન શલ્ય ચિકિત્સાના જનક ગણાતા આચાર્ય સુશ્રુતની જયંતિના અવસરે કરવામાં આવી રહ્યું છે. સેમિનારમાં આયુર્વેદ અને આધુનિક શલ્ય ચિકિત્સા વિજ્ઞાનના એકીકરણ પર દેશ-વિદેશના નિષ્ણાતો વિચાર-વિમર્શ કરશે. કાર્યક્રમ દરમિયાન એનસીઆઈએસએમ દ્વારા તૈયાર કરાયેલ “આયુર્વેદ મહિલા સ્નાતકોના વ્યાવસાયિક કારકિર્દીનું મૂલ્યાંકન” વિષયક રાષ્ટ્રીય અધ્યયન જારી કરવામાં આવશે. આ સાથે જ 14.5 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપિત અત્યાધુનિક 3-ટેસ્લા હાઈ-ફીલ્ડ એમઆરઆઈ પ્રણાલીનું પણ ઉદ્ઘાટન થશે, જેમાં એઆઈ-સક્ષમ વર્કફ્લો, બાયોમેટ્રિક્સ અને અદ્યતન ઇમેજિંગ સુવિધાઓ ઉપલબ્ધ હશે.

ત્રણ દિવસીય સેમિનારમાં મુખ્ય વ્યાખ્યાનો, પેનલ ચર્ચાઓ, કાર્યશાળાઓ અને વૈજ્ઞાનિક સંશોધન-પત્રોની રજૂઆતો આયોજિત થશે. મલાશય રોગ વિજ્ઞાન, પુનર્નિર્માણ શલ્ય ચિકિત્સા, સંકલિત ઓન્કોલોજી, તબીબી-કાનૂની મુદ્દાઓ તથા સર્જરીમાં બૌદ્ધિક સંપદા જેવા વિષયો પર વિશેષ સત્રો યોજાશે. આ ઉપરાંત ઘા વ્યવસ્થાપન, અગ્નિકર્મ, ક્ષારસૂત્ર અને મર્મ ચિકિત્સા જેવા આચાર્ય સુશ્રુતના શલ્ય સિદ્ધાંતો પર પણ ચર્ચા કરવામાં આવશે.

આ આંતરરાષ્ટ્રીય આયોજનમાં થાઈલેન્ડ, ઇઝરાયેલ, ઑસ્ટ્રિયા, યુનાઇટેડ કિંગડમ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, નેપાળ, ગ્રીસ અને ભારતના પ્રતિષ્ઠિત સર્જન, શિક્ષણવિદો અને સંશોધકો ભાગ લેશે. ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પ્રતાપરાવ જાધવ, દિલ્હીના ઉપરાજ્યપાલ તરનજીત સિંહ સંધુ, સાંસદ રામવીર સિંહ બિધૂડી તથા આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા પણ ઉપસ્થિત રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande