યુએઈના ટેન્કરો પર ઈરાની હુમલામાં ભારતીય નાવિકનું મોત, ઈરાની રાજદ્વારીને તેડાવ્યા
નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.) હોર્મુઝ જળસંધિમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના ટેન્કરો પર થયેલા હુમલાઓમાં એક ભારતીય નાવિકના મોત અને અન્ય ઘણાના ઘાયલ થયા બાદ, ભારત સરકારે કડક વલણ અપનાવીને અહીં સ્થિત ઈરાની દૂતાવાસના મુખ્ય રાજદ્વારીને તેડાવ્યા છે. ભારતીય
ઘીોલ


નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.) હોર્મુઝ જળસંધિમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના ટેન્કરો પર થયેલા હુમલાઓમાં એક ભારતીય નાવિકના મોત અને અન્ય ઘણાના ઘાયલ થયા બાદ, ભારત સરકારે કડક વલણ અપનાવીને અહીં સ્થિત ઈરાની દૂતાવાસના મુખ્ય રાજદ્વારીને તેડાવ્યા છે.

ભારતીય સમન્સ પર ઈરાની દૂતાવાસમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન મોહમ્મદ જવાદ હુસૈની, વિદેશ મંત્રાલય પહોંચ્યા. માહિતી અનુસાર, આ દરમિયાન દૂતાવાસના અધિકારી સમક્ષ ભારતીયો પર થઈ રહેલા હુમલાઓને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી.

આ પહેલા મંગળવારે વહેલી સવારે યુએઈના સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી હતી કે, ટેન્કર મોમ્બાસા અને બાહિયાને બે ઈરાની ક્રુઝ મિસાઈલોથી નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં મોમ્બાસા ટેન્કર પર હાજર એક ભારતીય ક્રૂ સભ્યનું મોત થયું, જ્યારે 8 અન્ય ઘાયલ થયા. આમાં 6 ભારતીય અને 2 યુક્રેનિયન નાગરિકોનો સમાવેશ થાય છે. ઘાયલોમાંથી 4ની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. હુમલા બાદ બંને ટેન્કરોમાં આગ લાગી ગઈ હતી, જેના પર બાદમાં કાબૂ મેળવી લેવામાં આવ્યો.

યુએઈએ આ હુમલાને, આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન અને પ્રાદેશિક સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. મંત્રાલયે કહ્યું કે, આ હુમલો ક્ષેત્રની સ્થિરતાને નબળી પાડનારો છે અને દેશ પોતાની સાર્વભૌમત્વ અને સુરક્ષાની રક્ષા માટે આવશ્યક પગલાં લેવાનો અધિકાર સુરક્ષિત રાખે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande