કતરના પૂર્વ અમીરના નિધન પર સંવેદના વ્યક્ત કરવા, કિરેન રિજિજુ દોહા રવાના થયા
નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય સંસદીય કાર્ય અને લઘુમતી કાર્ય મંત્રી કિરેન રિજિજુ, કતરના પૂર્વ અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીના નિધન પર, ભારત સરકાર અને દેશવાસીઓ વતી સંવેદના વ્યક્ત કરવા માટે મંગળવારે દોહા રવાના થયા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા
કેન્દ્રીય સંસદીય કાર્ય અને લઘુમતી કાર્ય મંત્રી કિરેન રિજિજુ


નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય સંસદીય કાર્ય અને લઘુમતી કાર્ય મંત્રી કિરેન રિજિજુ, કતરના પૂર્વ અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીના નિધન પર, ભારત સરકાર અને દેશવાસીઓ વતી સંવેદના વ્યક્ત કરવા માટે મંગળવારે દોહા રવાના થયા.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર જણાવ્યું કે, રિજિજુ કતરની યાત્રા દરમિયાન ભારત સરકાર અને ભારતીય જનતા વતી શોક સંવેદનાઓ પ્રકટ કરશે. શેખ હમદ બિન ખલીફા અલ થાની આધુનિક કતરના નિર્માણમાં, મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા નેતા હતા. તેઓ ભારતના ઘનિષ્ઠ મિત્ર હતા અને ભારત-કતર સંબંધોને મજબૂત બનાવવામાં, તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.

તેમણે કહ્યું કે, શેખ હમદ બિન ખલીફા અલ થાનીએ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ઊર્જા, વેપાર, રોકાણ અને લોકો વચ્ચે સંપર્ક વધારવામાં તેમના પ્રયાસોથી ભારત અને કતરના સંબંધોને વિશેષ મજબૂતી મળી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande