
નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.) તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ મંગળવારે, અહીં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી, ત્યારે બંને નેતાઓ વચ્ચે વિવિધ વિકાસલક્ષી અને માળખાગત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મુલાકાતની જાણકારી આપતા કહ્યું કે, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ આજે, દિલ્હીમાં તેમની સાથે સૌજન્ય મુલાકાત કરી છે. આ બેઠકમાં તેમની સાથે તેલંગાણામાં ચાલી રહેલી, તમામ માર્ગ અને વિકાસ પરિયોજનાઓ પર ચર્ચા થઈ, અને સાથે જ અનેક પ્રસ્તાવિત માર્ગ પરિયોજનાઓ અંગે પણ, વાતચીત કરવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ