
નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.). રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે, સમાજસેવી નંદકિશોર ગોયંકાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. ગોયંકાનું સોમવારે મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. તેઓ 96 વર્ષના હતા. સરસંઘચાલક ડો. મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ તેમના શોક સંદેશમાં જણાવ્યું કે, નંદકિશોર ગોયંકા જીવનપર્યંત ગોસેવા સહિત વિવિધ સામાજિક કાર્યોમાં સક્રિય રહ્યા. ઈશ્વરને એ જ પ્રાર્થના છે કે, તેમની આત્માને સદ્ગતિ પ્રાપ્ત થાય તથા સમસ્ત ગોયંકા પરિવાર અને તમામ સ્નેહીજનો-મિત્રગણને આ દુઃખની ઘડીમાં શક્તિ પ્રદાન કરે. ઉલ્લેખનીય છે કે, 28 સપ્ટેમ્બર 1930 ના રોજ હિસારમાં જન્મેલા ગોયંકાએ પોતાનું આખું જીવન સમાજસેવા, રાષ્ટ્ર નિર્માણ અને ધાર્મિક કાર્યો માટે સમર્પિત કર્યું. તેઓ સંઘના સમર્પિત સ્વયંસેવક રહ્યા તથા સંગઠનમાં વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓનું નિર્વહન કર્યું. અગ્રોહા ધામના વિકાસ અને વિસ્તરણમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી. તેઓ અગ્રોહા ધામના મુખ્ય સ્થાપકોમાં સામેલ હતા.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ