જમ્મુ-કાશ્મીરના સાંબામાં ખેતરમાંથી ડ્રોન મળ્યું, ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યું
સાંબા, નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.) જમ્મુ-કાશ્મીરના સાંબામાં એક ડ્રોન મળ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારે સાંબા જિલ્લામાં એક ખેતરમાંથી ડ્રોન મળ્યું. આ ડ્રોન ચક સલારિયાના એક નિવાસીને દેવક પાસેના ખેતરમાં પડેલું મળ્યું. તેમણે સવારે તેને જોયું હ
સાંબામાં ખેતરમાંથી ડ્રોન મળ્યું


સાંબા, નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.) જમ્મુ-કાશ્મીરના સાંબામાં એક ડ્રોન મળ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારે સાંબા જિલ્લામાં એક ખેતરમાંથી ડ્રોન મળ્યું. આ ડ્રોન ચક સલારિયાના એક નિવાસીને દેવક પાસેના ખેતરમાં પડેલું મળ્યું. તેમણે સવારે તેને જોયું હતું. તેમણે જણાવ્યું કે, તે વ્યક્તિએ તરત જ નજીકના આર્મી યુનિટને જાણ કરી અને ત્યારબાદ ડ્રોનને જપ્ત કરવામાં આવ્યું.

અધિકારીઓએ કહ્યું કે, ડ્રોનને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યું છે જેથી એ જાણી શકાય કે, તે ક્યાંથી આવ્યું છે, તેની તકનીકી વિશેષતાઓ શું છે અને શું તેનો ઉપયોગ સરહદ પારની કોઈ ગતિવિધિ માટે કરવામાં આવ્યો હતો.

આ પહેલાં નજીકના નંદપુર ગામમાં સેનાના જવાનોએ સોમવારે રાત્રે, અરનિયા તરફથી આવી રહેલી એક અજાણી ઉડતી વસ્તુ જોઈ જેના ડ્રોન હોવાની શંકા હતી. અધિકારીઓએ જણાવ્યું કે, સેનાએ તરત જ પોતાનો એન્ટી-ડ્રોન પ્રોટોકોલ એક્ટિવ કર્યો અને શંકાસ્પદ ડ્રોન વિરુદ્ધ જામિંગની કાર્યવાહી શરૂ કરી. તેમણે કહ્યું કે, મળેલું ડ્રોન તે જ ઉડતી વસ્તુ હોઈ શકે છે અને એવું માનવામાં આવે છે કે, જામિંગ ઓપરેશન પછી તે નીચે પડી ગયું.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande