લાંચ કેસમાં, બેંક ઓફ બરોડાના શાખા પ્રબંધક સહિત બેની ધરપકડ
સુલતાનપુર, નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ) એ ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાની બેંક ઓફ બરોડાની કોઈરીપુર શાખાના, શાખા પ્રબંધક સ્વર્ણિમ શ્રીવાસ્તવ અને ક્રેડિટ અધિકારી પુષ્પક ચૌધરીને લાંચ રુશ્વત કેસમાં ધરપકડ કરી છે. સીબીઆ
ઇડી


સુલતાનપુર, નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ) એ ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાની બેંક ઓફ બરોડાની કોઈરીપુર શાખાના, શાખા પ્રબંધક સ્વર્ણિમ શ્રીવાસ્તવ અને ક્રેડિટ અધિકારી પુષ્પક ચૌધરીને લાંચ રુશ્વત કેસમાં ધરપકડ કરી છે.

સીબીઆઈએ જણાવ્યું કે, બંને અધિકારીઓએ એક ફરિયાદકર્તા પાસેથી તેની લોનની ઓવરડ્રાફ્ટ સુવિધા જારી કરવા માટે 45 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. સીબીઆઈએ 13 જુલાઈએ કેસ નોંધ્યો હતો. ફરિયાદકર્તાને મુખ્યમંત્રી યુવા ઉદ્યમી યોજના હેઠળ, પાંચ લાખ રૂપિયાની લોન મંજૂર થઈ હતી. તેની ટર્મ લોન જારી થઈ ચૂકી હતી, પરંતુ ઓવરડ્રાફ્ટ સુવિધા બાકી હતી.

આરોપ છે કે, આ જ સુવિધા જારી કરવા માટે બંને અધિકારીઓએ લાંચની માંગણી કરી. એજન્સીએ 14 જુલાઈએ જાળ બિછાવી અને ક્રેડિટ અધિકારી પુષ્પક ચૌધરીને ફરિયાદકર્તા પાસેથી 35 હજાર રૂપિયા લાંચ લેતા રંગે હાથે પકડ્યા. આ કાર્યવાહી શાખા પ્રબંધક સ્વર્ણિમ શ્રીવાસ્તવના કહેવા પર કરવામાં આવી હતી. બંનેની ધરપકડ કરવામાં આવી છે અને તેમને લખનઉની સક્ષમ અદાલતમાં રજૂ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande