મણિપુરના સેનાપતિમાં પ્રદર્શન દરમિયાન હિંસા, આસામ રાઇફલ્સના વાહનો સળગાવ્યા
ઇમ્ફાલ, નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.) મણિપુરના સેનાપતિ જિલ્લામાં મંગળવારે રાત્રે આસામ રાઇફલ્સના કંપની ઓપરેટિંગ બેઝ (સીઓબી)ની બહાર થયેલા પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું. આ દરમિયાન ઘણા વાહનોને, આગ ચાંપી દેવામાં આવી અને આસામ રાઇફલ્સના એક ટ્રકને પલટા
સલઘજહી


ઇમ્ફાલ, નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.) મણિપુરના સેનાપતિ જિલ્લામાં મંગળવારે રાત્રે આસામ રાઇફલ્સના કંપની ઓપરેટિંગ બેઝ (સીઓબી)ની બહાર થયેલા પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું. આ દરમિયાન ઘણા વાહનોને, આગ ચાંપી દેવામાં આવી અને આસામ રાઇફલ્સના એક ટ્રકને પલટાવી દેવામાં આવ્યો.

પ્રાથમિક માહિતી અનુસાર, જણાવવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પર ઓકલોંગ ગામના માઓ-મારમ ઉપમંડળમાં આસામ રાઇફલ્સ અને નાગા આર્મીના હુથરોંગ બ્રિગેડ મુખ્યાલય વચ્ચે કથિત અથડામણના સમાચાર પ્રસારિત થયા બાદ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ સેનાપતિના ટ્રાફિક પોઈન્ટ પર એકઠા થયા. ત્યારબાદ પ્રદર્શનકારીઓ આસામ રાઇફલ્સના શિબિર તરફ કૂચ કરતા ઓકલોંગ વિસ્તારમાંથી દળોની વાપસીની માંગ કરવા લાગ્યા.

પ્રદર્શન દરમિયાન શિબિરની બહાર ઊભેલી એક ઓલ્ટો કાર અને નજીકમાં આવેલા એક પ્રતીક્ષા કક્ષને, આગ ચાંપી દેવામાં આવી. બાદમાં ઓકલોંગમાંથી આસામ રાઇફલ્સના હટવાની માહિતી સામે આવ્યા બાદ પરત ફરી રહેલા સુરક્ષા વાહનો પર પણ કથિત રીતે હુમલો કરવામાં આવ્યો. આ દરમિયાન આસામ રાઇફલ્સના એક ટ્રકને પલટાવી દેવામાં આવ્યો તથા બે જીપ્સી વાહનોને આગ ચાંપી દેવામાં આવી.

સ્થિતિ વણસતા સુરક્ષા દળોએ ભીડને વિખેરવા માટે આંસુ ગેસના ગોળા છોડ્યા.

જોકે, ઘટનાક્રમ, નુકસાનની વાસ્તવિક હદ તથા કોઈના જાનહાનિ કે, ઘાયલ થવા અંગેની માહિતી સત્તાવાર રીતે જાહેર થઈ નથી.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande