વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીએ, કે. કામરાજની 124મી જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). ભારત રત્ન અને સ્વતંત્રતા સેનાની તેમજ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી કે. કામરાજની 124મી જયંતિના અવસરે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા રાષ્ટ્ર નિર્માણમાં ત
તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી કે. કામરાજ


નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). ભારત રત્ન અને સ્વતંત્રતા સેનાની તેમજ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી કે. કામરાજની 124મી જયંતિના અવસરે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા રાષ્ટ્ર નિર્માણમાં તેમના ઐતિહાસિક યોગદાનને યાદ કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે કે. કામરાજની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમને ભારતના સ્વતંત્રતા આંદોલનના એક મજબૂત સ્તંભ તથા રાષ્ટ્ર નિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર એક અસાધારણ જન વ્યક્તિત્વ તરીકે યાદ કર્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, શિક્ષણ, સર્વસમાવેશક વિકાસ અને વંચિતોના કલ્યાણ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરિત કરતી રહેશે.

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ, તેમને નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા તેમને એક દૂરંદેશી નેતા ગણાવ્યા. તેમણે કહ્યું કે, કામરાજે પોતાનું જીવન વંચિતોના ઉત્થાન તથા તેમના સન્માન અને અધિકારોના રક્ષણ માટે સમર્પિત કર્યું. સામાજિક ન્યાય અને નિઃસ્વાર્થ જનસેવાની તેમની વિરાસત હંમેશા યાદ રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કે. કામરાજનો જન્મ 15 જુલાઈ 1903ના રોજ તમિલનાડુના વિરુધુનગરમાં થયો હતો. તેઓ ભારતીય સ્વતંત્રતા આંદોલનના મુખ્ય નેતાઓમાં સામેલ રહ્યા અને બાદમાં તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા. તેમના કાર્યકાળમાં શિક્ષણના ક્ષેત્રમાં વ્યાપક સુધારા થયા, હજારો નવી શાળાઓ ખોલવામાં આવી અને ગરીબ બાળકોને શાળાઓ સુધી લાવવા માટે મધ્યાહન ભોજન (મિડ-ડે મીલ) જેવી યોજનાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું. ભારતીય રાજનીતિમાં તેમના સંગઠનાત્મક કૌશલ્ય અને સાદગીપૂર્ણ જીવનને કારણે તેમને વ્યાપક સન્માન મળ્યું. વર્ષ 1976માં તેમને મરણોત્તર દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande