વિદ્યાથી વિવેક, કૌશલ્યથી વિકાસ, ઉત્તમ સ્વાસ્થ્યથી દરેક સંકલ્પની સિદ્ધિ થાય છે: વડાપ્રધાન મોદી
નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે સવારે એક્સ પર શેર કરેલા સુભાષિતમમાં વિદ્યા, કૌશલ્ય અને ઉત્તમ સ્વાસ્થ્યના મહત્વ પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે, વિદ્યાથી વિવેક, કૌશલ્યથી વિકાસ અને ઉત્તમ સ્વાસ્થ્યથી દરેક સંકલ્પને સિદ્ધિ મળે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેર કરેલી પોસ્ટ


નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે સવારે એક્સ પર શેર કરેલા સુભાષિતમમાં વિદ્યા, કૌશલ્ય અને ઉત્તમ સ્વાસ્થ્યના મહત્વ પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે, વિદ્યાથી વિવેક, કૌશલ્યથી વિકાસ અને ઉત્તમ સ્વાસ્થ્યથી દરેક સંકલ્પને સિદ્ધિ મળે છે. આજે આપણા યુવાનો આ જ ગુણોને આત્મસાત કરીને દેશની ઓળખને વધુ સશક્ત બનાવી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ એક્સ પર આ સુભાષિતમ્ શેર કર્યું,

'''धन्यानामुत्तमं दाक्ष्यं धनानामुत्तमं श्रुतम्। लाभानां श्रेय आरोग्यं सुखानां तुष्टिरुत्तमा।।''

આ સુભાષિતમ્ (શ્લોક) મહાભારતના યક્ષ-યુધિષ્ઠિર સંવાદમાંથી લેવામાં આવ્યું છે.

આ સુભાષિતમ્નો અર્થ છે- બધા શ્રેષ્ઠ ગુણોમાં કૌશલ્ય સૌથી ઉત્તમ છે. બધા ધનોમાં વિદ્યા સૌથી મોટી સંપત્તિ છે. બધા લાભોમાં ઉત્તમ સ્વાસ્થ્ય સૌથી મોટો લાભ છે. બધા સુખોમાં સંતોષ સૌથી શ્રેષ્ઠ છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande