રાજ્યસભાના, બે નવનિર્વાચિત સભ્યોએ શપથ લીધા
નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણન એ બુધવારે, સંસદ ભવનમાં રાજ્યસભાના બે નવનિર્વાચિત સભ્યોને શપથ લેવડાવ્યા. શપથ ગ્રહણ સમારોહમાં મધ્ય પ્રદેશથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સભ્ય રજનીશ કુમાર અગ્રવાલ અને ક
ેોજૂફ


નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણન એ બુધવારે, સંસદ ભવનમાં રાજ્યસભાના બે નવનિર્વાચિત સભ્યોને શપથ લેવડાવ્યા.

શપથ ગ્રહણ સમારોહમાં મધ્ય પ્રદેશથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સભ્ય રજનીશ કુમાર અગ્રવાલ અને કર્ણાટકથી કોંગ્રેસના સભ્ય મન્સૂર અલી ખાને. રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. રજનીશ કુમાર અગ્રવાલે હિન્દીમાં જ્યારે મન્સૂર અલી ખાને અંગ્રેજીમાં શપથ લીધા હતા.

શપથ ગ્રહણ પછી બંને સભ્યોએ, સભાપતિ રાધાકૃષ્ણનનું અભિવાદન કર્યું. આ પ્રસંગે રાજ્યસભા સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓ તથા અન્ય ગણમાન્ય વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહ્યા.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande