સીબીઆઈએ કેએપીએલના એમડી અનુરાગ દનાયકને, 5 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા
નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ) એ બેંગલુરુ સ્થિત કર્ણાટક એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (કેએપીએલ) ના મેનેજિંગ ડિરેક્ટર અનુરાગ દનાયકને, બુધવારે 5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી. સીબીઆઈ અનુસાર, દ
ઇડી


નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ) એ બેંગલુરુ સ્થિત કર્ણાટક એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (કેએપીએલ) ના મેનેજિંગ ડિરેક્ટર અનુરાગ દનાયકને, બુધવારે 5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી.

સીબીઆઈ અનુસાર, દનાયકે ભોપાલ સ્થિત એક અધિકૃત સેવા એજન્ટ ફર્મ પાસેથી, લગભગ 15 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ રકમ સેવા એજન્ટ કરારની મંજૂરી, વધારાની સંસ્થાઓને જોડવાની અરજી અને ચાલુ નાણાકીય વર્ષમાં દવાઓના વેચાણ પર મળતા કમિશનમાં હિસ્સેદારી માટે માંગવામાં આવી હતી. તેને નોઈડામાં 5 લાખ રૂપિયાની લાંચ લેતી વખતે પકડવામાં આવ્યો, જે કુલ માંગવામાં આવેલી રકમનો એક ભાગ હતો.

ધરપકડ બાદ સીબીઆઈએ દનાયકના બેંગલુરુ, નોઈડા અને જબલપુર સ્થિત આવાસ અને કાર્યાલયો પર તલાશી લીધી. તલાશી દરમિયાન લગભગ 75 લાખ રૂપિયા રોકડા, 4 લાખ રૂપિયાની વિદેશી મુદ્રા, 697 ગ્રામ સોનાના દાગીના અને સિક્કા (લગભગ 86 લાખ રૂપિયાની કિંમત) તથા એક ફ્લેટના સંપત્તિ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા. આ કેસની તપાસ હજુ ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande