ઇડી દ્વારા લખનૌ અને આસપાસના 13 ઠેકાણાઓ પર દરોડા, ગેરકાયદેસર ઘૂસણખોરી અને આતંકવાદને ભંડોળ પૂરું પાડતા નેટવર્કની તપાસ તેજ
નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.) પ્રવર્તન નિર્દેશાલય (ઇડી) એ આતંકવાદને ભંડોળ પૂરું પાડવા અને ગેરકાયદેસર ઘૂસણખોરીના નેટવર્ક સાથે સંકળાયેલા કેસમાં ગુરુવારે લખનૌ અને તેની આસપાસના વિસ્તારોમાં 13 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા. આ કાર્યવાહી મની લોન્ડરિંગ નિવારણ અધ
ઘ્ઘ ્


નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.) પ્રવર્તન નિર્દેશાલય (ઇડી) એ આતંકવાદને ભંડોળ પૂરું પાડવા અને ગેરકાયદેસર ઘૂસણખોરીના નેટવર્ક સાથે સંકળાયેલા કેસમાં ગુરુવારે લખનૌ અને તેની આસપાસના વિસ્તારોમાં 13 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા. આ કાર્યવાહી મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ, 2002 હેઠળ કરવામાં આવી.

આ કેસ વર્ષ 2024 માં નોંધાયેલી પ્રાથમિકી (એફઆઈઆર) સાથે સંકળાયેલો છે. તેમાં આરોપ હતો કે, એક સંગઠિત ગેંગ રોહિંગ્યા અને બાંગ્લાદેશી નાગરિકોને ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ અપાવવા, નકલી ભારતીય ઓળખપત્રો પૂરા પાડવા અને તેમને વિવિધ રાજ્યોમાં વસાવવાનું કામ કરી રહી હતી.

ઇડીના લખનૌ ઝોનલ યુનિટની તપાસમાં સામે આવ્યું કે, કેટલાક ધર્માદા ટ્રસ્ટો અને સંસ્થાઓ મોટા પ્રમાણમાં વિદેશી ભંડોળ મેળવી રહી હતી. આ ભંડોળ અનેક બેંક ખાતાઓ, નકલી ખાતાઓ અને જટિલ વ્યવહારો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વાળવામાં આવી રહ્યું હતું. એજન્સીએ સંકેત આપ્યો કે રોકડ ઉપાડ અને નાના મૂલ્યના હસ્તાંતરણ દ્વારા શંકાસ્પદ લાભાર્થીઓ સુધી ભંડોળ પહોંચાડવામાં આવી રહ્યું હતું.

તલાશી અભિયાન દરમિયાન ઇડીએ અનેક દસ્તાવેજો, ડિજિટલ રેકોર્ડ્સ અને બેંકિંગ વ્યવહારો સાથે સંકળાયેલા પુરાવા જપ્ત કર્યા છે. ઇડીએ જણાવ્યું કે, આ પુરાવાઓ દ્વારા નેટવર્કના નાણાકીય મૂળ અને વિદેશી ભંડોળના સ્ત્રોતો શોધી કાઢવામાં આવશે. એજન્સીએ જણાવ્યું કે, આગળની તપાસ ચાલુ છે અને તેમાં અન્ય ઘણા વ્યક્તિઓ અને સંસ્થાઓની ભૂમિકાની તપાસ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande