નેપાળના ઉપરાષ્ટ્રપતિએ, કતારના અમીર સાથે સૌજન્ય મુલાકાત કરી
કાઠમંડુ, નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.): નેપાળના ઉપરાષ્ટ્રપતિ રામસહાય પ્રસાદ યાદવે, દોહામાં કતારના અમીર (રાજા) શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે સૌજન્ય મુલાકાત કરી. ઉપરાષ્ટ્રપતિ કાર્યાલય અનુસાર, કતારની તેમની મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે દોહાના લુસૈલ
નેપાળના ઉપરાષ્ટ્રપતિએ, કતારના અમીર સાથે સૌજન્ય મુલાકાત કરી


કાઠમંડુ, નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.): નેપાળના ઉપરાષ્ટ્રપતિ રામસહાય પ્રસાદ યાદવે, દોહામાં કતારના અમીર (રાજા) શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે સૌજન્ય મુલાકાત કરી. ઉપરાષ્ટ્રપતિ કાર્યાલય અનુસાર, કતારની તેમની મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે દોહાના લુસૈલ પેલેસમાં ઉચ્ચ સ્તરીય બેઠક થઈ.

ઉપરાષ્ટ્રપતિ યાદવ, કતારના ભૂતપૂર્વ અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીના નિધન પર નેપાળ સરકાર અને નેપાળી લોકો વતી, શોક અને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવા કતાર પહોંચ્યા. મુલાકાત દરમિયાન, તેમણે અમીર શેખ તમીમ, રાજવી પરિવાર અને કતારના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને આ દુઃખની ઘડીમાં ધીરજ અને શક્તિ માટે પ્રાર્થના કરી.

આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ યાદવે, નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ દ્વારા અમીર શેખ તમીમ બિન હમદ અલ થાનીને મોકલવામાં આવેલ શોક અને સહાનુભૂતિનો સંદેશ રજૂ કર્યો. આ બેઠકમાં નેપાળી પ્રતિનિધિમંડળના સભ્યો અને કતાર સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande