ભગવાન જગન્નાથની કૃપાથી લોકોના જીવનમાં નવી ઊર્જાનો સંચાર થાય: વડાપ્રધાન મોદી
નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે સવારે ભગવાન જગન્નાથનું સ્મરણ કર્યું. તેમણે પ્રભુને દેશવાસીઓના જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરવા પ્રાર્થના કરી. વડાપ્રધાને આ અવસરે એક્સ પર સુભાષિતમ્નું શ્રાવ્ય-દ્રશ્ય શેર કર્યું. ભગવાન જગન્નાથ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર સુભાષિતમ્ શેર કર્યું


નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે સવારે ભગવાન જગન્નાથનું સ્મરણ કર્યું. તેમણે પ્રભુને દેશવાસીઓના જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરવા પ્રાર્થના કરી. વડાપ્રધાને આ અવસરે એક્સ પર સુભાષિતમ્નું શ્રાવ્ય-દ્રશ્ય શેર કર્યું. ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત આજે ઓડિશાના પુરીમાં થઈ રહી છે. વિશ્વભરમાં લોકપ્રિય આ યાત્રાને જોવા માટે દેશ-વિદેશથી સહેલાણીઓ પહોંચ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર સુભાષિતમ્ શેર કર્યું.

' देवदेव जगन्नाथ सुरासुरनमस्कृत। पुण्यश्लोकाव्ययानन्त परमात्मन्नमोऽस्तु ते॥'

તેમણે લખ્યું, ''મહાપ્રભુ જગન્નાથની રથયાત્રાના પાવન અવસરે મારી કામના છે કે, તેમના આશીર્વાદ આપણા સૌ પર સદૈવ બની રહે. તેમની દિવ્ય કૃપાથી તમામ દેશવાસીઓના જીવનમાં નવી ઊર્જાનો સંચાર થાય.''

શ્રાવ્ય-દ્રશ્યમાં અવાજ ગુંજે છે, ''દેવોના પણ દેવ અને સંપૂર્ણ જગતના સ્વામી ભગવાન જગન્નાથની દેવોથી લઈને સમસ્ત પ્રાણીઓ ઉપાસના કરે છે. તેમનો યશ પવિત્ર અને કલ્યાણકારી છે. તેઓ અવિનાશી, અનંત તથા સમસ્ત પ્રાણીઓના હૃદયમાં બિરાજમાન પરમાત્મા છે. આવા ભગવાન જગન્નાથને વારંવાર નમસ્કાર છે.''

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande