પુરી રથયાત્રા : પહંડી અનુષ્ઠાન સાથે, ભગવાન જગન્નાથની ભવ્ય યાત્રાનો શુભારંભ.....
ભુવનેશ્વર, નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.) વિશ્વ પ્રસિદ્ધ શ્રી જગન્નાથ રથયાત્રા-2026ના પાવન અવસર પર ગુરુવારે પુરી શ્રીમંદિર (શ્રી જગન્નાથ મંદિર)માં પરંપરાગત વિધિ-વિધાન સાથે ધાર્મિક અનુષ્ઠાનોનો પ્રારંભ થયો. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાન
જહીઘ


ભુવનેશ્વર, નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.) વિશ્વ પ્રસિદ્ધ શ્રી જગન્નાથ રથયાત્રા-2026ના પાવન અવસર પર ગુરુવારે પુરી શ્રીમંદિર (શ્રી જગન્નાથ મંદિર)માં પરંપરાગત વિધિ-વિધાન સાથે ધાર્મિક અનુષ્ઠાનોનો પ્રારંભ થયો. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની ગુંડિચા મંદિર સુધીની દિવ્ય યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે. આ ભવ્ય ઉત્સવ સદીઓ જૂની પરંપરાઓ અનુસાર, આયોજિત કરવામાં આવી રહ્યો છે. રથોના પ્રસ્થાન પૂર્વે શ્રીમંદિરમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો સંપન્ન કરવામાં આવી રહ્યા છે. સવારની શરૂઆત ભોગ મંડપમાં ધૂપ અનુષ્ઠાનથી થઈ, જેના પછી દેવતા અને રથોની તૈયારી સાથે સંકળાયેલા અન્ય મહત્વપૂર્ણ કર્મકાંડ કરવામાં આવ્યા.

રથયાત્રાનું મુખ્ય આકર્ષણ ‘પહંડી’ અનુષ્ઠાન છે, જેમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાને ગર્ભગૃહમાંથી ભવ્ય શોભાયાત્રાના રૂપમાં બહાર લાવવામાં આવે છે. આ દરમિયાન ભક્તોના જયઘોષ અને પરંપરાગત વાદ્યયંત્રોના ધ્વનિ વચ્ચે દેવતાઓને ક્રમશઃ તેમના રથો — ભગવાન જગન્નાથનો નંદીઘોષ, ભગવાન બલભદ્રનો તાલધ્વજ અને દેવી સુભદ્રાનો દર્પદલન — પર બિરાજમાન કરવામાં આવે છે.

પહંડી પછી ગજપતિ મહારાજા દ્વારા ‘છેરા પહંરા’ અનુષ્ઠાન કરવામાં આવશે. આ પરંપરા હેઠળ તેઓ સોનાની સાવરણીથી રથોની સફાઈ કરે છે, જે ભગવાન પ્રત્યે નમ્રતા અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે.

તમામ અનુષ્ઠાનો પૂર્ણ થયા પછી ત્રણેય ભવ્ય રથ, શ્રીમંદિરથી ગુંડિચા મંદિર તરફ પ્રસ્થાન માટે તૈયાર કરવામાં આવશે. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક આયોજનને જોવા માટે, લાખો શ્રદ્ધાળુઓ પુરી પહોંચે તેવી અપેક્ષા છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીતા મહંતો / સત્યવાન

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande