જામનગર કોર્પોરેશનમાં 81,509 આસામીએ વેરા ભર્યો : વેરા વળતર યોજનામાં 41.37 કરોડની આવક
જામનગર, 03 જુલાઈ (હિ.સ.) જામનગર મહાનગરપાલિકાને એડવાન્સ વેરા વળતર યોજના અંતર્ગત 30મી જુન સુધીમાં રૂા. 41.37 કરોડની આવક થઇ છે.જેમાં મિલ્કત વેરાના 56,159 આસામીએ રૂા. 4.32 કરોડનુ રીબેટ મેળવ્યુ હતુ. જયારે પાણી વેરાના 25,350 આસામીએ રૂા. 64.68 લાખનુ
કોર્પોરેશન


જામનગર, 03 જુલાઈ (હિ.સ.) જામનગર મહાનગરપાલિકાને એડવાન્સ વેરા વળતર યોજના અંતર્ગત 30મી જુન સુધીમાં રૂા. 41.37 કરોડની આવક થઇ છે.જેમાં મિલ્કત વેરાના 56,159 આસામીએ રૂા. 4.32 કરોડનુ રીબેટ મેળવ્યુ હતુ. જયારે પાણી વેરાના 25,350 આસામીએ રૂા. 64.68 લાખનુ રીબેટ મેળવ્યુ હતુ.આમ, જુદા જુદા 81,509 આસામીએ વેરા પેટે રૂા. 4.97 કરોડનુ વળતર મેળવ્યુ હતુ.

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે પણ 1લી મેથી એડવાન્સ ટેકસ રીબેટ યોજના અમલમાં મુકવામાં આવી હતી.જેમાં લગભગ બે માસના સમયગાળા દરમિયાન અંતિમ દિવસોમાં વેરો ભરવા માટે આસામીઓની કતારો પણ જોવા મળી હતી.મનપાની વેરા વળતર યોજના અંતર્ગત મિલ્કત વેરામાં કુલ 56,159 આસામીઓએ રૂા. 41.29 કરોડ વેરો ભર્યો હતો જેમાં સંબંધિત આસામીઓને કુલ રૂા. 4.32 કરોડનુ રીબેટ આપવામાં આવ્યુ હતુ.મિલ્કત વેરા પેટે દશથી પચીસ ટકા વળતર એડવાન્સ વેરા પેટે અપાયુ હતુ.જયારે પાણી વેરા માટે કુલ 25,350 આસામીએ રૂા. 4.39 કરોડ વેરો ભર્યો હતો જે પેટે સંબંધિત આસામીઓને કુલ 64.68 લાખ રીબેટ આપવામાં આવ્યુ હતુ.એડવાન્સ વેરા પર રીબેટ યોજના અંતર્ગત કારપેટ બેઇઝ અને રેન્ટ રેઇજ મિલ્કત વેરાની કુલ મળી 36 કરોડ, 97 લાખ 41 હજાર 515 રૂ.ની આવક મહાનગરપાલિકાને થઇ હતી.એડવાન્સ રીબેટ યોજના પેટે મનપાને વેરા પેટે કુલ રૂા. 41 કરોડ 37 લાખ 14 હજાર 351 રૂા.ની આવક થવા પામી હતી.જેમાં કુલ 81,509 આસામીઓએ વેરા પેટે રૂા. 4.97 કરોડનુ વળતર પણ મેળવ્યુ હતુ.અત્રે ઉલ્લેખનીય છેકે, મહાનગરપાલિકા દ્વારા ગત 1લી મેથી એડવાન્સ ટેકસ રીબેટ યોજના અમલમાં મુકવામાં આવી હતી.જેનો ગત 30મી જુન અંતિમ દિવસ જાહેર કરાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande