
ભાવનગર, 03 જુલાઈ (હિ.સ.)ગરીબ અને મધ્યમ વર્ગ ના ધોરણ 5.થી 8 બાળકો(ફક્ત ભાઈઓ)ના ભવિષ્ય ની ચિંતા માટે આત્મહિત સંસ્થા આગળ આવી છે આર્થીક અભાવમાં જીવતા પરીવારોને બાળકના ભણતરની ચિંતા સતાવતી હોય છે ત્યારે આ ચિંતા હવે દૂર થવા જઇ રહી છે, આત્મહિત ફાઉન્ડેશ પાલીતાણા દ્વારા, કોઇએ કલ્પના પણ ના કરી હોય તેવી ફ્રી માં અદ્ધતન સુવીધાઓ સાથે બાળકોના અભ્યાસ અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંસ્થાની સૌથી મહત્વની વાત એ છે કે, અહી એડમીશન લીધા પછી બાળકને પહેરે કપડે આવવાનું છે, બાકી બધીજ વ્યવસ્થા આ સંસ્થા દ્વારા સાવ વીનામુલ્યે કરવામાં આવી છે.
હોસ્ટેલ પણ રીસોર્ટના વિલા જેવી બનાવવામાં આવી છે. જ્યાં બાળકની તમામ જરૂરીયાતનું ધ્યાન રાખવામાં આવે છે અને સંસ્થા દ્વારા જ આજુ બાજુના વિસ્તારની, સારી નામના ધરાવતી શાળાઓમાં બાળકનું એડમીશન કરાવી સ્કુલ બસ અને સ્કુલમાં જરૂરી તમામ વસ્તુઓ પુરી પાવામાં આવશે. એટલું જ નહીં સ્કુલમાં આરોગવા ટીફિન કે નાસ્તાની વ્યવસ્થા પણ, આત્મહિત ફાઉન્ડેશ દ્વારા જ કરવામાં આવી રહી છે. અહીં એડમીશન માટે કોઇ પ્રવેશ પરીક્ષા કે, ફિ ભરવાની નથી, બસ ગુજરાત ભર માંથી જરૂરીયાત મંદ બાળકોના વાલીઓ, આ સંસ્થાાનો સંપર્ક કરે અને બાળકનું એડમીશન લઇ લે. એડમીશન લીધા બાદ તમામ જવાબદારી આ સંસ્થા ઉઠાવે છે. કદાચ આ ગુજરાતની પહેલી એવી સંસ્થા હશે, જેને જરૂરીયાત મંદ બાળકોના અભ્યાસની આટલી ચીંતા કરી આત્યાધુનીક હોસ્ટેલ, અને અભ્યાસની સંપુર્ણ જવાબદારી અને એ પણ વિના મૂલ્યે તે ખૂબ મહત્વપૂર્ણ બાબત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA