અંબાજી મંદિર માં અંબિકેશ્વર મહાદેવ મંદિર અને માનસરોવરમાં, માનેશ્વર મહાદેવજીના મંદિરમાં શિવલિંગની પૂજા દ્વારા વરુણદેવ ને મનાવવાનો પ્રયાસ ......
-શિવલિંગને પાણીમાં ડુબાડી મહાભિષેક કરી, પુષ્પ પધરાવી પૂજન સાથે કપૂર આરતી કરી વરૂણદેવને, મનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા અંબાજી 03 જુલાઈ (હિ.સ.)ચાલુ વર્ષે ચોમાસુ એક મહિનો મોડો પડ્યો છે ને હજી વરસાદના અણસાર દેખાતા નથી, ખેડૂત લોકો વરસાદની આતુરતાથી ર
AMBAJI-MA-SHIVLING-NE-PANI-MA-


AMBAJI-MA-SHIVLING-NE-PANI-MA-


-શિવલિંગને પાણીમાં ડુબાડી મહાભિષેક કરી, પુષ્પ પધરાવી પૂજન સાથે કપૂર આરતી કરી વરૂણદેવને, મનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા

અંબાજી 03 જુલાઈ (હિ.સ.)ચાલુ વર્ષે ચોમાસુ એક મહિનો મોડો પડ્યો છે ને હજી વરસાદના અણસાર દેખાતા નથી, ખેડૂત લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠા છે ને જમીનો અને નદીઓ સૂકી ભટ્ટ પડી છે તો ક્યાં ખેડૂતો હાલ જમીનને ખેડી પોચી કરવાના પ્રયાસો કરી રહ્યા છે, એટલું જ નહીં પશુ પંખી ને અન્ય લોકો પણ વરસાદની રાહ જોઈને બેઠા છે ત્યારે એક મહિનો મોડો હોવા છતાં વરસાદ ન વરસતા યાત્રાધામ અંબાજીમાં આજે બજારો બંધ રાખી લોકોએ, વરૂણદેવને રીઝવાના પ્રયાસ કર્યા હતા.

જ્યાં અંબાજી મંદિરની હવન શાળામાં હવન કરી મેઘરાજા વરસે તે માટે આહુતિ આપી પ્રાર્થના કરી હતી. જ્યારે એક માન્યતા પ્રમાણે શિવાલયમાં શિવલિંગને પાણીમાં ડુબાડવાથી વરસાદ આવે છે તેવી માન્યતા ને લઇ, અંબાજી મંદિર માં અંબિકેશ્વર મહાદેવ મંદિર અને માનસરોવરમાં માનેશ્વર મહાદેવજીના મંદિરમાં શિવલિંગને પાણીમાં ડુબાડી મહાભિષેક કરી પુષ્પ પધરાવી પૂજન સાથે કપૂર આરતી કરી વરૂણદેવને મનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જોકે હાલ તબક્કે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ને આકાશમાં વાદળ છવાયેલા જોવા મળી રહ્યા છે પણ લોકો હવે તે વાદળો વર્ષે તેની રાહ જોઈને બેઠા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande