એટીએસની કાર્યવાહી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 8 આતંકી ઝડપાયા,તમામ બનાસકાંઠા અને પાટણના રહેવાસી
- 7 શખ્સોની ગુજરાતમાં થી અને 1 ની મધ્યપ્રદેશમાંથી ધરપકડ અમદાવાદ,03 જુલાઇ (હિ.સ.) રથયાત્રાના 13 દિવસ પહેલાં જ આજે ગુજરાત એટીએસ અને ગુજરાત પોલીસે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 8 શખ્સોની ધરપકડ કરી છે. માહિતી મુજબ બનાસકાંઠા, પાટણ, નવસારી
એટીએસની કાર્યવાહી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 8 આતંકી ઝડપાયા,તમામ બનાસકાંઠા અને પાટણના રહેવાસી


- 7 શખ્સોની ગુજરાતમાં થી અને 1 ની મધ્યપ્રદેશમાંથી ધરપકડ

અમદાવાદ,03 જુલાઇ (હિ.સ.) રથયાત્રાના 13 દિવસ પહેલાં જ આજે ગુજરાત એટીએસ અને ગુજરાત પોલીસે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 8 શખ્સોની ધરપકડ કરી છે. માહિતી મુજબ બનાસકાંઠા, પાટણ, નવસારી અને દેવાસથી આ શખ્સો ઝડપાયા છે. જેઓ દેશવિરોધી પ્રવૃત્તિઓ કરવા હોવાનુ સામે આવતા તપાસ શરૂ થઈ છે.

ગુજરાત એટીએસની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીઓની ધરપકડ કરી છે. આ શખસો પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા. જે અંગેની બાતમી મળતા અલગ અલગ ટીમો બનાવી અને એટીએસની ટીમે ખૂબ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. એટીએસ દ્વારા આતંકીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા હતા અને તમામ બનાસકાંઠા અને પાટણના રહેવાસીઓ હોવાનો એટીએસએ ઘટસ્ફોટ કર્યો છે.

પકડાયેલા આતંકવાદીઓમાં અહમદ અબ્દુલ્લા ગાજીવાળા, ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘાઘા, મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાલા, ઝકારિયા દુરાની, મુફ્તિ ફૌજાન, મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી અને બિલાલ મોહમ્મદનો સમાવેશ થાય છે. આ તમામ શખ્સો સામે દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા હોવાના ગંભીર આરોપો હેઠળ એટીએસ દ્વારા આગળની કાયદેસરની તપાસ અને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

બનાસકાંઠા અને પાટણના હોવાનો ઘટસ્ફોટ

ગુજરાત એટીએસના ડીઆઇજી (ઓપરેશન) સુનિલ જોશી પ્રેસ સંબોધના કરતા કહ્યું કે, 2023થી 3.5 વર્ષમાં 11મો કેસ છે. કુલ 38 આરોપીઓ પકડ્યા છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, બનાસકાંઠા અને પાટણના કેટલાક લોકો પાકિસ્તાનના જૈશ-એ મોહમદ સાથે કેટલાક લોકો સંકળાયેલા છે. અમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરી હતી અને 8 લોકો સંકળાયેલા હોવાની જાણ થઈ હતી. જુદા જુદા સ્થળે આરોપીઓ ભાગાડ, સિદ્ધપુર અને નવસારી તેમજ મધ્યપ્રદેશ ખાતે હતા. જેના માટે ટીમ રવાના કરી હતી.

મોબાઇલ ફોનમાં ઘણું મળી આવ્યું હતું અને પાકિસ્તાનના હેન્ડલરના આદેશ માનતા હતા. બે આરોપીઓ પહેલા પકડવામાં આવ્યા અને બાદમાં 6 આરોપીઓને પકડવામાં આવ્યા છે. ઘણું બધું સાહિત્ય મળી આવ્યું છે અને ફ્લેગ પણ મળી આવ્યા છે. ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરતા હતા. ઘણા ટાસ્ક મળતાં હતા. એક ગાડી પણ અવરજવર કરવા માટે ખરીદી હતી.

કોઈ ટાર્ગેટ હજી સુધી હોવાનું જાણવા મળ્યું નથી. એક મજબૂત નેટવર્ક ઊભું કરતા હતા. તેઓને 3 લાખનું ફંડિંગ પણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના અબ્દુલા સાહબ કરીને કોઈ સાથે વાત કરતા હતા. જૈશ-એ-મોહમ્મદ વતી વડોદરામાં એક વ્યક્તિ સાથે મીટીંગ કરી હતી. 2થી 3 મહિના પહેલા મળ્યા હતા. આ શખસો મદ્રેસામાં ભણતા અને ભણાવતા હતા. મોબાઇલ ફોન, પત્રો, સાહિત્ય મળી આવ્યું છે.

આરોપીઓએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ માટે ગુજરાતમાં દારૂલ ઇસ્લામ ગુજરાત જૈશ-એ-મોહમ્મદ નામની તન્જીમ બનાવી હતી. જે તન્જીમમાં હાલમાં 8 સભ્યો જોડાયા હતા અને પોતાના વિસ્તારમાં અન્ય સભ્યોને જોડાવવા આમંત્રણ આપવાનું કામ કરી રહ્યા હતા. તેમજ આ આરોપીઓ પાકિસ્તાની હેન્ડલર અબદુલ્લાહ અને મોહમ્મદ ઉમર સાથે સંપર્કમાં હતા અને જૈશ-એ-મોહમ્મદના સાહિત્યને ગુજરાતીમાં ભાષાંતર કરી તેની વિચારધારાનો પ્રચાર-પ્રસાર થઈ શકે તેવી કામગીરી કરી રહ્યા હતાં.

ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘઘાના મોબાઈલમાં ઓનલાઇન નોર્ડ લોકર નામની એપલીકેશન મળી આવી છે. જેમાં જેહાદી કિતાબો, બયાન, ઓડિયો, વીડિયો અને ફોટોગ્રાફ્સ તેમજ જૈશ-એ-મોહમ્મદના ઝંડા સહિતનું કુલ 254 જેટલું સાહિત્ય મળી આવ્યું છે.

જૈશ-એ-મોહમ્મદના વડા મસુદ અઝહરે લખેલા અને પાકિસ્તાનમાં છપાયેલા 2 પુસ્તકો તથા જેહાદને લગતી પુસ્તકો.આતંકી સંગઠન સાથે જોડાવા માટે મસુદ અઝહરને સંબોધીને ઉર્દુ ભાષામાં ટાઇપ કરેલ 8 પત્રો તથા ઉર્દુ હસ્તાક્ષરમાં લખેલ પેજના ફોટાઓ.ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘઘા તેમજ જકરીયાએ જૈશ-એ-મોહમ્મદના વડા મસુદ અઝહરની પુસ્તક દર્સ-એ-જેહાદનું ઉર્દુમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરેલું સાહિત્ય.

આમ, ગુજરાત અને મધ્ય પ્રદેશ પોલીસના સંયુક્ત અને ગુપ્ત ઓપરેશનના કારણે જૈશ-એ-મોહમ્મદના આ મોટા સ્લીપર સેલ કે આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે. પકડાયેલા આ તમામ 8 શખ્સોના કબજામાંથી કયા વાંધાજનક દસ્તાવેજો કે ડિજિટલ પુરાવા મળ્યા છે અને તેઓ રાજ્યમાં કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા કે કેમ, તે તમામ પાસાઓ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલ ખૂબ જ ગુપ્ત રીતે સઘન પૂછપરછ અને તપાસ ચલાવવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande