ભાવનગર એલસીબીની મોટી સફળતા : રૂ. 9.40 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સ ઝડપાયા, ઘરફોડ ચોરીના બે ગુના ઉકેલાયા
ભાવનગર,03 જુલાઈ (હિ.સ.)ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને ઘરફોડ ચોરીના ગુનાઓ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. પોલીસે રૂ. 8.68 લાખના સોના-ચાંદીના દાગીના, રૂ. 56 હજારની રોકડ તેમજ અન્ય સામાન સહિત કુલ રૂ. 9.40 લાખનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓને ઝડપ
પકડાયેલ આરોપી


ભાવનગર,03 જુલાઈ (હિ.સ.)ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને ઘરફોડ ચોરીના ગુનાઓ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. પોલીસે રૂ. 8.68 લાખના સોના-ચાંદીના દાગીના, રૂ. 56 હજારની રોકડ તેમજ અન્ય સામાન સહિત કુલ રૂ. 9.40 લાખનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન ઉમરાળા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના બે ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે.

એલસીબી પોલીસ સ્ટાફ ઉમરાળા પોલીસ મથક વિસ્તારમાં મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓની તપાસમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ભાવનગર-વલ્લભીપુર રોડ પર ચોગઠ ગામના ઢાળ પાસે બે શખ્સો શંકાસ્પદ હાલતમાં કિંમતી દાગીના અને રોકડ સાથે ઉભા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી બંનેને ઝડપી લીધા હતા.

તપાસ દરમિયાન આરોપીઓ પાસે રહેલા દાગીના અને રોકડ અંગે કોઈ બિલ કે માલિકીનો પુરાવો રજૂ કરી શક્યા નહોતા. ત્યારબાદ પોલીસે મુદ્દામાલ શંકાસ્પદ મિલકત તરીકે કબજે કરી બંનેની કડક પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં આરોપીઓએ છેલ્લા બે મહિનામાં ઉમરાળા ગામમાં અલગ-અલગ રહેણાંક મકાનોના તાળા તોડી સોના-ચાંદીના દાગીના, રોકડ અને અન્ય કિંમતી સામાનની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ઉપરાંત મુખ્ય આરોપી ચતુર ઉર્ફે ખેખરૂ સામે શિહોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં પણ તે ફરાર હોવાનું બહાર આવ્યું હતું.

ઝડપાયેલા આરોપીઓમાં અમરેલી જિલ્લાના બગસરા મૂળના ચતુરભાઈ ઉર્ફે ખેખરૂ ગભરૂભાઈ ડાભી અને શિહોર મૂળના તથા હાલ દિલ્હીમાં રહેતા અરૂણભાઈ દીપકભાઈ ઉર્ફે દીપુભાઈ ચુડાસમાનો સમાવેશ થાય છે. બંને સામે કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ તેમને ઉમરાળા પોલીસને સોંપવામાં આવ્યા છે. સાથે જ શિહોર પોલીસને પણ જરૂરી જાણ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande