મંડળ રેલ પ્રબંધક દ્વારા ભાવનગર–ધોળા તથા ખિજડિયા–ધોળા રેલખંડનું વ્યાપક સંરક્ષા નિરીક્ષણ,
-ૃજનપ્રતિનિધિઓ સાથે રેલ વિકાસ અંગે સમીક્ષા બેઠક યોજાઈ ભાવનગર. 3 જુલાઈ (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ ભાવનગર–ધોળા રેલખંડ, ખિજડિયા–ધોળા રેલખંડ, ધોળા સ્ટેશન તથા અમરેલી સ્ટેશનનું વ્યાપક નિરીક્ષણ કરીને વિવિધ વિકાસ
મંડળ રેલ પ્રબંધક દ્વારા ભાવનગર–ધોળા તથા ખિજડિયા–ધોળા રેલખંડનું વ્યાપક


-ૃજનપ્રતિનિધિઓ સાથે રેલ વિકાસ અંગે સમીક્ષા બેઠક યોજાઈ

ભાવનગર. 3 જુલાઈ (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ ભાવનગર–ધોળા રેલખંડ, ખિજડિયા–ધોળા રેલખંડ, ધોળા સ્ટેશન તથા અમરેલી સ્ટેશનનું વ્યાપક નિરીક્ષણ કરીને વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી હતી. નિરીક્ષણ દરમિયાન યાત્રિયોને ઉપલબ્ધ સુવિધાઓ, સ્ટેશન વિકાસ, રેલ સંરક્ષા, સ્વચ્છતા તેમજ પ્રગતિ હેઠળની વિવિધ આધારભૂત માળખાકીય યોજનાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને તમામ કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં ઉચ્ચ ગુણવત્તા અને સંરક્ષા ધોરણો અનુસાર પૂર્ણ કરવાની સૂચનાઓ આપી.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે નિરીક્ષણ દરમિયાન મંડળ રેલ પ્રબંધકે સ્ટેશનો પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓ, સ્વચ્છતા વ્યવસ્થા, પીવાના પાણીની ઉપલબ્ધતા, પ્લેટફોર્મ સુધારણા કાર્યો, સુરક્ષા વ્યવસ્થાઓ તેમજ અન્ય વિકાસલક્ષી યોજનાઓનું સઘન નિરીક્ષણ કર્યું હતું. તેમણે વિવિધ કાર્યોની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પણ આપ્યું, જેથી મુસાફરોને વધુ સારી અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે.

નિરીક્ષણ પૂર્ણ થયા બાદ અમરેલી વિસ્તારના ગુજરાત સરકારના માનનીય કાયદા, ન્યાય, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી કૌશિકભાઈ કાંતિભાઈ વેકરિયા તથા માનનીય સાંસદ ભરતભાઈ સુતરિયા સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન વિસ્તારમાં રેલ સુવિધાઓના વિસ્તરણ, યાત્રિયોની આવશ્યકતાઓ તથા વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા સૂચનો અને માંગણીઓને સકારાત્મક અભિગમથી સ્વીકારી મંડળ રેલ પ્રબંધકે સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે સૂચનાઓ આપી.

મંડળ રેલ પ્રબંધકે અધિકારીઓને સૂચના આપી કે, યાત્રિયોને સુરક્ષિત, સુગમ અને ગુણવત્તાસભર રેલ સેવાઓ ઉપલબ્ધ કરાવવી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. તેમણે તમામ વિકાસ કાર્યોમાં રેલ સંરક્ષાને સર્વોચ્ચ મહત્વ આપવાની, ગુણવત્તાના ધોરણોનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવાની તથા વિવિધ યોજનાઓની નિયમિત અને અસરકારક દેખરેખ રાખવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો.

તેમણે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આહ્વાન કર્યું કે, તેઓ પરસ્પર સમન્વય, ટીમ ભાવના, જવાબદારી અને કાર્યક્ષમતાથી પોતાના દાયિત્વોનું નિષ્ઠાપૂર્વક પાલન કરીને ભાવનગર મંડળને શ્રેષ્ઠતાના નવા શિખરો સુધી પહોંચાડવામાં સક્રિય યોગદાન આપે.

આ પ્રસંગે ભાવનગર મંડળના વિવિધ વિભાગોના શાખા અધિકારીઓ તથા સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande